________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ સાચું સ્વરૂપ જાણતો નથી, ને પરમાત્માને કોઈ વિકલ્પ નથી. આ તો સાધકને નિશ્ચયસહિત વ્યવહાર કેવો હોય તેની વાત છે.
પરમાર્થદષ્ટિમાં એટલે કે શુદ્ધનયમાં તો એક અખંડ શાકભાવરૂપે જ આત્માનો અનુભવ છે, ત્રણ પ્રકારની પર્યાયના ભેદ તેમાં નથી આવતા. શુદ્ધદષ્ટિ વડ અંતરાત્મા થયેલ જીવ વ્યવહારમાં જીવની પર્યાયના પ્રકારોને પણ જેમ છે તેમ જાણે છે. પોતે અંતરાત્મા થઈને ત્રણ ભેદોને જાણે છે; પણ પોતે બહિરાભા રહીને ત્રણ પ્રકારના આત્માનું સાચું જ્ઞાન થઈ શકે નહિ.
છઠ્ઠી ગુણસ્થાનવાળા ભાવલિંગી મોક્ષમાર્ગી મુનિ એમ જાણે છે કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ મોક્ષમાર્ગી છે; જેમ હું મોક્ષમાર્ગી છે તેમ તે પણ મોક્ષમાર્ગી છે. -ભલે થોડો (જઘન્ય) પણ છે તો મોક્ષના માર્ગમાં. શ્રી કુંદકુંદસ્વામીએ મોક્ષપ્રાભૂતમાં તેને ધન્ય કહ્યો છે. અહીં, છઠ્ઠી ગુણસ્થાનવર્ધી મુનિ ચોથાવાળા ગૃહુર્થીને મોક્ષમાર્ગમાં સ્વીકારે છે: “તીનોં શિવમ વારી' ત્રણ પ્રકારના અંતરાત્મા મોક્ષમાર્ગમાં કેલિ કરનારા છે. - 'केलि करे शिवमारगमें , जगमांहि जिनेश्वरके लघुनंदन।'
આ રીતે અંતરાત્માની વાત કરી; હવે પરમાત્મા કેવા છે? તે કહે છે. પરમાત્માના બે પ્રકાર-એક સિદ્ધપરમાત્મા; બીજા અરિહન્તપરમાત્મા. સિદ્ધ ભગવાન તો અશરીરી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com