________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ હોતા નથી. વ્યવહારમાં પણ સર્વજ્ઞભગવાને જે તત્ત્વો બતાવ્યા છે તેનાથી વિરુદ્ધ માન્યતા ધર્મીને હોય નહીં. અહો, આ તો નિશ્ચય-વ્યવહારની સંધિવાળો અલૌકિક જિનમાર્ગ છે, વીતરાગભગવંતો જે માર્ગે ચાલ્યા તે માર્ગે જવાની આ વાત છે. એની શરૂઆત વીતરાગદષ્ટિ વડે થાય છે, રાગ વડે તેની શરૂઆત થતી નથી.
જેણે પોતાના શ્રદ્ધા-જ્ઞાનમાં પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ઝીલ્યો છે, અનુભૂતિવડ અંતરમાં પોતાના પરમાત્મસ્વરૂપને અનુભવ્યું છે તે અંતરાત્મા મોક્ષમાર્ગમાં ચાલનારા છે; તે પોતાની પર્યાયને પણ જાણે છે. પહેલાં અજ્ઞાનદશામાં બહિરાપણું હતું, ત્યારે હું એકાંત દુઃખી હતો; તે દશા ટળીને હુવે અંતરાત્મપણું થયું છે ને આત્માનું સાચું સુખ અંશે અનુભવમાં આવ્યું છે, હવે શુદ્ધ આત્માના જ ધ્યાન વડે પૂર્ણ સુખરૂપ પરમાત્મદશા અલ્પકાળમાં થશે. આ રીતે બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એવા ત્રણ ભેદથી જીવને ઓળખવો તે વ્યવહારશ્રદ્ધા છે. અહીં ટૂંકામાં પ્રયોજનરૂપ આ ત્રણ પ્રકાર લીધા, બાકી તો ચૌદગુણસ્થાનના અનેક પ્રકારો છે, એકેન્દ્રિયાદિ માર્ગણા અપેક્ષાએ અનેક પ્રકારો છે, એમ અનેક પ્રકારના પર્યાયભેદોથી જીવને ઓળખવાનો વ્યવહાર છે, પરમાર્થમાં તો પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ એકાકાર શુદ્ધ જીવ છે, તેમાં કોઈ ભેદ પડતા નથી. અહીં જીવના અંતરાત્મા વગેરે મુખ્ય ત્રણ ભેદ કહ્યા, અસંખ્ય પ્રકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com