________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ઉત્તર- કેમકે તેણે અંતર્મુખ થઈને શુદ્ધ આત્માની અનુભૂતિ કે શ્રદ્ધા ન કરી, ને એકલા નવતત્ત્વના ભેદના વિકલ્પમાં જ અટકયો, એટલે નિશ્ચયના લક્ષ વગરના એકલા વ્યવહારના પક્ષથી નવતત્ત્વને શાસ્ત્ર અનુસાર માન્યા ને તેના વિકલ્પને જ સમ્યગ્દર્શન માનીને તેમાં અટકી ગયો, તેથી તે સંસારમાં જ રખડયો. અહીં તેની વાત નથી. અહીં તો મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનસહિત તત્ત્વોની શ્રદ્ધા કેવી હોય છે તેની વાત છે; નિશ્ચયપૂર્વકના વ્યવહારની વાત છે. એકલી વ્યવહારશ્રદ્ધા તો અજ્ઞાનીએ કરી, પણ નિશ્ચયસહિતનો વ્યવહાર અજ્ઞાનીને હોતો નથી.
જો કે આ વ્યવહાર-તત્ત્વશ્રદ્ધા તે પોતે સમ્યગ્દર્શન નથી, પણ તેની સાથે શુદ્ધ આત્માની જે નિશ્ચયશ્રદ્ધા છે તે સાચું સમ્યગ્દર્શન છે, અને ત્યાં સાથેના વ્યવહારને સમ્યગ્દર્શનનો ઉપચાર આવે છે. જો સાચું હોય તો બીજામાં તેનો ઉપચાર થાય, પણ સાચા વગર ઉપચાર કેવો? –એને તો ઉપચાર તે જ સત્ય થઈ ગયું! આ વ્યવહાર સમ્યગ્દર્શન તે કાંઈ શ્રદ્ધાગુણની પર્યાય નથી, તે તો વિકલ્પસહિત જ્ઞાનની દશા છે. નિશ્ચયસમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની સમ્યફપર્યાય છે, તે વિકલ્પ વગરની છે. શ્રદ્ધામાં વિકલ્પ હોય નહીં, એ તો નિર્વિકલ્પ છે.
મોક્ષશાસ્ત્રના પહેલા જ સૂત્રમાં મોક્ષમાર્ગ તરીકે સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર કહ્યાં છે, એ ત્રણે નિશ્ચય છે. તત્વાર્થ-શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કર્યું તે તત્ત્વશ્રદ્ધાનમાં ભૂતાર્થદષ્ટિથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com