________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૩૯ એ વાત સાચી નથી. “બંને સાથે રહેલ” –એટલે નિશ્ચય અને વ્યવહાર બંને સાથે રહેલા હોવા છતાં તેમાં સત્ય મોક્ષમાર્ગ તો એક જ છે, બે નથી.
સાચા મોક્ષમાર્ગના નિર્ણય માટે આ વાત પ્રયોજનભૂત હોવાથી વારંવાર ચૂંટાય છે. સાધકને એક પર્યાયમાં નિશ્ચય-વ્યવહાર બંને સાથે વર્તે છે, તેમાં નિશ્ચય રત્નત્રય તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે, અને તેને અનુકૂળપણે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના જે શુભવિકલ્પો વર્તે છે તેમાં મોક્ષમાર્ગનો વ્યવહાર કરવો તે ઉપચાર છે, તે સત્યાર્થ નથી. એક જ સત્ય મોક્ષમાર્ગ, ને બીજો સત્ય નહિ પણ ઉપચાર, -એમ મોક્ષમાર્ગનું સ્વરૂપ વિચારવું. નિશ્ચય અને વ્યવહાર બંને ભેગાં થઈને એક મોક્ષમાર્ગ છે–એમ નથી. નિશ્ચય તે એક જ મોક્ષમાર્ગ છે.
* શુદ્ધઆત્માની શ્રદ્ધા તે એક જ સમ્યગ્દર્શન છે; * શુદ્ધઆત્માનું જ્ઞાન તે એક જ સમ્યજ્ઞાન છે;
શુદ્ધઆત્મામાં લીનતા તે એક જ સમ્યક્રચારિત્ર છે. * આવા શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ એક જ
મોક્ષમાર્ગ છે. * વ્યવહારના વિકલ્પોનો તેમાં અભાવ છે.
નિશ્ચયની ભૂમિકામાં તેને યોગ્ય જ વ્યવહાર હોય છે, તેનો સ્વીકાર છે, પણ તેને સત્ય મોક્ષમાર્ગ તરીકે જ્ઞાની સ્વીકારતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com