________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૩૭ ભગવંતોએ પરમ આસપણાને લીધે ત્રણેકાળના મુમુક્ષુઓને પણ એ જ પ્રકારનો ઉપદેશ કર્યો અને પછી તેઓ મોક્ષને પામ્યા. માટે નિર્વાણનો અન્ય માર્ગ નથી એમ નક્કી થાય છે. આ રીતે એક પ્રકારના સમ્યક માર્ગનો નિર્ણય કરીને આચાર્ય દેવ કહે છે કે અહો ! આવો મોક્ષમાર્ગ ઉપદેશનારા ભગવંતોને નમસ્કાર હો.
અહંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા, નમું તેમને. શ્રમણો-જિનો-તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.
શુદ્ધઆત્મઅનુભૂતિરૂપ જે નિશ્ચય રત્નત્રય તે સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી-નથી. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એ ત્રણે સ્વરૂપ એક મોક્ષમાર્ગ છે, પણ જુદા જુદા ત્રણ મોક્ષમાર્ગ નથી. સમ્યગ્દર્શન હોય ત્યાં સમ્યજ્ઞાન સાથે હોય જ છે, અને ત્યાં અનંતાનુબંધી કષાયના અભાવરૂપ ચારિત્રનો અંશ પણ હોય છે. આ રીતે શુદ્ધ રત્નત્રયરૂપ એકજ મોક્ષમાર્ગ છે. પછી તે રત્નત્રયની શુદ્ધીમાં તારતમ્યપણે ભલે અનેક પ્રકાર હોય, પણ તેમાં જાત એક જ છે; જેટલી રત્નત્રયની શુદ્ધતા છે તેટલો જ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
પ્રશ્ન:- ઘણે ઠેકાણે નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે મોક્ષમાર્ગ કહ્યા છે અને તમે તો મોક્ષમાર્ગ એક જ કહો છો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com