________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] હરને તો કારણ તરીકેનો ઉપચાર પણ નથી આવતો. કાર્ય વગર કારણ કોનું? નિશ્ચયપૂર્વકનો જે વ્યવહાર છે તેને ઉપચારથી કારણ કહેવાય છે. અને શુદ્ધ આત્માના આશ્રયે થયેલા જે સમ્યફચિ-જ્ઞાન અને લીનતા તે સાચો મોક્ષમાર્ગ છે. આવા મોક્ષમાર્ગને જાણીને હે જીવ! તેની આરાધનામાં તારા આત્માને જોડ. આત્મા-આશ્રિત જે રત્નત્રય તેના જ વડે મોક્ષ પમાય છે, તેમાં જ નિરાકુળ સુખ છે અને તે જ આત્માનું કલ્યાણ છે.
સભ્યતન-જ્ઞાન-વારિત્રાળિ મોક્ષના: તેનું આ વર્ણન છે. મોક્ષ એટલે શું, અને તે મોક્ષનો ઉપાય શું? એ બંને વાત એક શ્લોકમાં બતાવી દીધી છે. આત્માનું હિત શું? –કે મોક્ષ. સર્વાર્થસિદ્ધિમાં પહેલા સૂત્રના ઉપોદઘાતમાં તેનું સરસ વર્ણન કર્યું છે.
જેને પોતાના હિતની ભાવના જાગી છે એવો કોઈ નિકટભવ્ય મુમુક્ષુ જીવ, રમણીય વનમાં ગયો અને ત્યાં બિરાજમાન નિગ્રંથ મુનિરાજને વિનયપૂર્વક મોક્ષનો માર્ગ પૂછયો.
મુનિ કેવા છે? જે આત્માના ધ્યાનમાં બેઠા છે ને બોલ્યા વગર વીતરાગમુદ્રા વડે જ જાણે કે મોક્ષમાર્ગ દેખાડી રહ્યા છે એવા મુનિરાજ પાસે જઈને શિષ્ય વિનયથી પૂછે છે-પ્રભો! આત્માનું હિત શું છે?
શ્રીગુરુ પ્રસન્નતાથી તેને સમજાવે છે કે હે વત્સ! આત્માનું હિત મોક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com