________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૪ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
કે– ‘મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી. પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ તરીકે નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે અથવા સહકારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય, તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. આ પ્રમાણે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકાર જાણવા; પણ એક નિશ્ચય-મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.’ નિરૂપણ બે પ્રકારથી છે પણ માર્ગ તો એક જ છે. નિશ્ચય મોક્ષમાર્ગ એક જ સાચો મોક્ષમાર્ગ છે. શ્રી કુંદકુંદસ્વામીએ સમયસારમાં ઠેરઠેર એ વાત સ્પષ્ટ સમજાવી છે, કે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ જીવ સમ્યગ્દષ્ટિ થાય છે; નિશ્ચયનયના આશ્રયે મુનિવરો મોક્ષને સાધે છે. અહો, સમયસારમાં તો આચાર્યદેવે મોક્ષનો માર્ગ ખુલ્લો મૂક્યો છે. હજારો શાસ્ત્રોનો ભંડાર સમયસારમાં ભર્યો છે.
વીતરાગી દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, નવતત્ત્વસંબંધી બરાબર જાણપણું અને વ્રત-સમિતિરૂપ ચારિત્ર-એવો જે વ્યવહાર તેને નિશ્ચયનું કારણ કહ્યું, પણ એનો અર્થ એમ ન સમજવો કે નિશ્ચયના ભાન વગર એકલો વ્યવહાર કરતાં કરતાં તે નિશ્ચય-મોક્ષમાર્ગનું કારણ થઈ જશે. નિશ્ચય વગરના લવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com