________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૪૧ H ૪. અમૂઢદષ્ટિ-અંગનું વર્ણન H આત્માના હિતનો સત્યામાર્ગ જેણે જાણ્યો છે એવો ધર્મી જીવ સાચા-ખોટાની પરીક્ષામાં જરાય મુંઝાતો નથી, સાચા દેવ-ગુરુ-ધર્મ અને ખોટા દેવ-ગુરુ-ધર્મ એને બરાબર ઓળખીને તે ખોટા માર્ગની પ્રશંસા પણ છોડે છે. અંતરમાં તો ખોટા માર્ગને દુઃખદાયક જાણીને છોડ્યો જ છે, ને મનથી વચનથી કે કાયાથી પણ તે કુમાર્ગની પ્રશંસા કે અનુમોદના કરતો નથી. કુમાર્ગને ઘણા લોકો સેવતા હોય, મોટા રાજા-મહારાજા સેવતા હોય તોપણ ધર્મી મુંઝાય નહીં કે એમાં કાંઈક સાચું હશે! આવું અમૂઢદષ્ટિપણું એટલે કે મૂઢતારહીતપણું ધર્મીને હોય છે.
વીતરાગ-સર્વજ્ઞ અરિહંત અને સિદ્ધભગવાન સિવાય બીજા કોઈ દેવને તે માને નહીં.
રત્નત્રયધારી નિગ્રંથ મુનિરાજ સિવાય બીજા કોઈ કુગુરુને તે માને નહીં.
સમયગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે વીતરાગધર્મ, તે સિવાય બીજા કોઈ ધર્મને તે મોક્ષનું કારણ માને નહિ, ને તેને સેવે નહીં.
આ રીતે દેવ-ગુરુ-ધર્મ સંબંધી મૂઢતા ધર્મીને હોતી નથી. કુદેવ-કુગુરુ-કુધર્મને માનનારા જીવો સમાજમાં કરોડો મૂઢલોકો વડે પૂજાતા હોય, અરે ! એની પાસે દેવ આવતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com