________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭] સવારે તેઓશ્રી સાથે ફરવા જતાં,) જે જે વિષયોની તત્ત્વચર્ચા થતી તે ચર્ચાને લગતા પદો છઢાળામાંથી હું બોલતો.... ને ગુરુદેવ તે સાંભળીને પ્રસન્ન થતા, પ્રવચનોમાં પણ વારંવાર તેનો ઉલ્લેખ કરતા. આ કારણે સમાજમાં છઢાળાનો પ્રચાર અને મહત્તા વધવા લાગ્યા. આમ તો સોનગઢના શિક્ષણવર્ગમાં છઢાળા અનેક વર્ષોથી ચાલતી જ હતી, પણ ઉપરોક્ત પ્રસંગ પછી, સોનગઢમાં આઠમ-પુનમે જે સમયસારાદિની સામૂહિક સ્વાધ્યાય થાય છે તેમાં છઢાળાનાં પદોની પણ સ્વાધ્યાય દાખલ કરવામાં આવી. ત્યારપછી પ્રવચનમાં છહુઢાળા વાંચવા માટે પૂ. ગુરુદેવને વિનંતિ કરતાં તેઓશ્રીએ ભવ્યજીવો પર કૃપા કરીને છઢાળા પર દોઢ માસ સુધી પ્રવચનો કર્યા. તે પ્રવચનોમાંથી બે પુસ્તકો અગાઉ પ્રગટ થઈ ગયાં છે, અને આજે આ ત્રીજું પુસ્તક ભવ્યજીવોના લાભાર્થે બહાર પડે છે. આમાં સમ્યકત્ત્વનું સ્વરૂપ સમજાવીને તેની આરાધનાનો સુંદર ઉપદેશ આપ્યો છે.
આ છઢાળાના પ્રવચનો દ્વારા જૈન સિદ્ધાંતનાં રહસ્યો સમજાવીને પૂ. ગુરુદેવે જૈનસમાજ ઉપર ઉપકાર કર્યો છે. ગુરુદેવના આ પ્રવચનોનું ભાવભીનું સંકલન કરી આપવા માટે ભાઈશ્રી બ્ર. હરિલાલ જૈનને ધન્યવાદ ઘટે છે; તેમજ આ પુસ્તક છપાવીને આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવા માટે ભાઈશ્રી વછરાજ ગુલાબચંદના સુપુત્રોને પણ ધન્યવાદ ઘટે છે.
આ છઢાળામાં ગાગરમાં સાગર” ભર્યો છે. સનાતન સત્ય દિગંબર જૈનધર્મના એકએક સિદ્ધાંત ઘણી જ સુંદર કાવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com