________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રમુખશ્રીનું નિવેદન
મને અત્યંત આનંદ થાય છે કે પૂજ્ય ગુરુદેવ સપુરુષ શ્રી કાનજી સ્વામીએ પંડિતવર્ય શ્રી દૌલતરામજીરચિત છહઢોળા પર આપેલાં પ્રવચનોમાંથી પહેલી બે ઢાળનાં પ્રવચનો “વીતરાગ-વિજ્ઞાન” પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ ગયા પછી આજે ત્રીજી ઢાળનાં પ્રવચનો પણ આ પુસ્તકમાં પ્રસિદ્ધ થાય છે.
આ છ૭ઢાળાએ, પૂજ્ય શ્રી કાનજીસ્વામીના સંસર્ગમાં આવ્યા પહેલાં મારા જીવન પર સારી અસર કરી છે, અને તે એટલે સુધી કે વધુવાર અધ્યયનને કારણે તે આખી કંઠસ્થ થઈ ગઈ છે; હજુ પણ દરરોજ બબ્બે ઢાળનો મુખપાઠ કરવામાં વધુ ને વધુ ભાવો ખુલતા જાય છે.
સં. ૨૦૧૫ માં, જ્યારે પૂ. શ્રી કાનજીસ્વામી બીજીવાર મુંબઈ આવ્યા ત્યારે તેમના પરિચયમાં વધુ આવવાનું થયું, અને તેઓશ્રી અમારા નિમંત્રણથી અમારા ઘરે પધાર્યા, તે પ્રસંગે જૈનધર્મના સિદ્ધાંતોની જે છાપ મારા ઉપર પડી હતી તે એક પત્ર દ્વારા વાંચીને મેં ગુરુદેવ સમક્ષ વ્યક્ત કરી –જેમાં મુખ્યત્વે કઢાળાનો ઉલ્લેખ હતો. ત્યારપછી પણ અવારનવાર ગુરુદેવ સાથે પ્રસંગ પડતાં (ખાસ કરીને સોનગઢમાં વહેલી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com