________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન-ભજનાવલી સમ્યક દર્શન વિષય વિરલ વિરલ (2) વાણીમાં વરસાવ્યો...... આવો આવો કુન્દ-કુન્દ રાજા ... પર્યાયને પર દ્રવ્ય પ્રમાણી જ્ઞાયક ભાન કરાવી.....(૨) શુકલ ધ્યાનની શ્રેણી માંડી...... માંડી........ (2) કેવળ જ્ઞાન પમાડી. આવો આવો કુન્દ કુન્દ રાજા... મનરથ મનના મોજા લાવી મહંત મહિમા મણાવી...... (2) સત્ સત્ જ્ઞાનની જ્યોતિ જામી જામી. (2). ચિનમૂર્તિ ચિત લાવી..... આવો આવો કુન્દ કુન્દ રાજા........ ભેદ જ્ઞાન ભણતર ભણાવી ભ્રમણા ભ્રાંતિ ભગાવી.... (2) ભેદ રહિત પ્રભુ અભેદ પામી... પામી (2) ભવિને ભિંજાવી. આવો આવો કુન્દ કુન્દ રાજા... પર્યાયનું પ્રભુ જ્ઞાન કરાવી પર્યાય દષ્ટિ છોડાવી....(૨) દ્રવ્યનું લક્ષ લલિત લલકારી....... કારી (2) કુન્દ-કુન્દની ચિનગારી.... આવો આવો કુન્દ કુન્દ રાજા..... પરમાતમ પૂર્ણ પૂજમાં બેસી પૂરણતા પ્રગટાવી...... (2) કેવળ શુદ્ધ સ્વરૂપમાં જામી... જામી (2) કુન્દ સમાધિ લગાવી... આવો આવો કુન્દ કુન્દ રાજા મારે રે આંગણિયે આવો આવો કુન્દ કુન્દ આનંદ ધારી મારી રે ઝૂંપડીયે આવો કુન્દ મુનિ મહારાજા મારે રે મંદિરિયે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com