________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
બાહ્ય સંયોગોની, અસ્થિર પરિણતિમાં અસર અમુક અંશે સ્થિતિ પ્રમાણે થાય છે; જ્ઞાયકની પ્રતીતિરૂપ જુદી જ્ઞાયકપરિણતિમાં અસર નથી. લેવાયોગ્ય નથી. સ્થિરપરિણતિમાં અમુક અંશે સ્વરૂપસમાધિ હોવાયોગ્ય છે, ને તેમ જ છે.
–૧૯૯૩ અનુભવપ્રકાશના આખા પુસ્તકમાં “અનુભવ જ ' હોવાયોગ્ય છે. “અનુભવ” વાંચતાં, સાંભળતાં પ્રશસ્ત ઉલ્લાસ આવી જવા યોગ્ય છે ને આત્મપરિણતિને લાભ થવા યોગ્ય છે. તે શ્રી ગુર્દેવનો પરમ પ્રતાપ છે. ગુરુદેવની વાણી અભુત, સૂક્ષ્મ ને ઊંડાં રહસ્યોથી ભરેલી છે. ગુરુદેવ આ ભરતખંડમાં અદ્વિતીય રત્ન જાગ્યા છે-જેમના દિવ્ય ચૈતન્ય વડે અને જેમની દિવ્ય વાણી વડ આ ભરતક્ષેત્રમાં ઘણા ઘણા જીવોનો ઉદ્ધાર થયો છે. જેમણે, પોતે ઉગ્ર પુરુષાર્થ વડે અપૂર્વ તત્ત્વને સ્વયં જાતે પ્રગટ કરી, હિન્દુસ્તાનના ઊંઘતા જીવોને જાગ્રત કર્યા છે, હિન્દુસ્તાનમાં છુપાયેલા આત્મતત્વને પોતે પ્રગટ કરી, અગણિત જીવોનો ઉદ્ધાર કર્યો છે એવા ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર પરમ ભક્તિથી નમસ્કાર, નમસ્કાર.
આંગણે બિરાજતા આવા ગુરુદેવની સમીપપણે મનવચન-કાયાએ કરી ચરણસેવા નિરંતર હો, નિરંતર હો.
મહાભાગ્યે આવા ગુણસમૂહ જ્ઞાનમૂર્તિ શાન્તિદાતા ગુરુદેવ સાંપડયા છે. ધન્ય છે આ ક્ષેત્રને, ધન્ય છે આ દેશને !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk