________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ-અમૃતસરિતા
૧૩૯
પૂજ્ય ગુરુદેવે સમયસાર અદ્દભુત ને અપૂર્વ રીતે સમજાવ્યું છે. એમ થઈ જાય છે કે-વાહ! ગુરુદેવ વાહ! મન-વચન-કાયા આપની ચરણસેવામાં અર્પણ કરીએ તો પણ ઓછું છે એમ આજે ભાવના થઈ જતી હતી. અહા ! સમયસારમાં કોઈ અદભુત રહસ્ય ભર્યું છે. પણ જ્ઞાન કમપૂર્વક ને અધૂરું હોવાથી એક સાથે પૂરા ને પ્રગટ ઉપયોગાત્મકપણે બધાં રહસ્યો જાણી શકાતા નથી. તેથી એવી ભાવના થઈ જાય છે કે હે પ્રભુ! કોઈ એવી શક્તિ કે પરિણમન પ્રગટો કે જેથી સર્વીશે જ્ઞાનસ્વરૂપ પોતે જ, સહજ જ્ઞાનરૂપે, પ્રગટ ઉપયોગાત્મક રૂપે, પૂર્ણાશે પરિણમી જાય.
દ્રવ્યદષ્ટિથી દ્રવ્ય પરિપૂર્ણ છે; પર્યાયમાં અધૂરાશ છે.
પુરુષાર્થ દ્વારા ચૈતન્યનો જે વીર્ય ગુણ છે તે દ્વારાસાધકપણાની શ્રેણી વધે છે ને સાધ્ય પુરું થાય છે. પર્યાયની પૂર્ણ નિર્મળતા થાય છે-તે ભેદ-અપેક્ષાની વાત છે. અભેદદષ્ટિએ અખંડ ગુણના પિંડસ્વરૂપ પોતે જ પરિણમીને પુરું થાય છે. ભેદઅભેદ વસ્તુસ્વભાવ અદ્ભુત છે!
પૂર્ણ સહજ સ્થિતિ જ જોઈએ છે. -૧૯૯૩
વિભાવપરિણતિના પ્રશસ્ત તરફના પ્રવૃત્તિયોગમાં વાંચન, વિચાર વગેરેનું પ્રવર્તન છે; અભ્યતરમાં-નિવૃત્તિયોગમાં-સર્વ વિભાવથી જુદા એવા નિવૃત્ત સ્વરૂપમાં સહજસ્વરૂપે પરિણતિનું પ્રવર્તન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk