________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૧૦૫
૨૦૩૪, ભાદરવા વદ ૪
દેવલોકની ભૂમિ યાદ આવે છે. દેવભૂમિના શાથતાં જિનમંદિરો, મેરુપર્વતનાં શાશ્વતાં જિનમંદિરો અને રત્નમય જિનપ્રતિમાઓ તે બધું વારંવાર નજર સમક્ષ જણાય છે–તરવરે
અહા! એ રત્નમય જિનપ્રતિમાઓ! અને જિનમંદિરો! એ બધું આશ્ચર્યકારી છે.
દેવભવમાંથી આ જીવ ભગવાનના સમોસરણમાં ઘણી વાર ગયેલ છે તે યાદ આવે છે.
આ લોકનાં કેટલાંક સ્થાનો ઉપર કોઈ કારણસર આ જીવ ફરી આવ્યો છે તે યાદ આવે છે, પરંતુ તે ક્યાં સ્થાનો હતાં તે યાદ આવતું નથી.
ભગવાનનાં સમોસરણમાં દેવભવમાંથી ઘણી વાર ગયો છે પરંતુ તે કયા કયા સ્થળે ગયેલ છે તે યાદ આવતું નથી.
દેવભૂમિમાંથી વિધવિધ રત્ન રચિત દેવી સમવસરણ યાદ આવતાં એમ સ્મરણ થાય છે કે આ સમવસરણ તો જીવની જાણીતી ભૂમિ છે. અહીં તો આ જીવ ઘણી વાર આવ્યો છે.
દેવભૂમિનાં કેટલાંક સ્થાનો અને આ લોકનાં સ્થાનો યાદ આવતાં એમ થાય છે કે આ દેવભૂમિનાં કેટલાંક સ્થાનો અને આ લોકનાં કેટલાક સ્થાનો આ જીવના જાણીતાં છે; જીવ ઘણી વાર અહીં આવ્યો છે- એમ સહજ સ્મરણ થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk