SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનાં વચનામૃત ૬૫ છે, ઘણું બાકી છે' એમ પૂર્ણતા સુધી ઘણું બાકી છે એમ જ ભાવના રહે અને તો જ પુરુષાર્થ અખંડ ટકી શકે. ગૃહસ્થાશ્રમમાં સમકિતીએ મૂળિયાં પકડી લીધાં, (દષ્ટિ-અપેક્ષાએ) બધું કરી લીધું, અસ્થિરતારૂપ ડાળાંપાંદડાં જરૂર સુકાઈ જશે. દ્રવ્યલિંગી સાધુએ મૂળ જ પકડયું નથી; એણે કાંઈ કર્યું જ નથી. “સમકિતને ઘણું બાકી છે ને દ્રવ્યલિંગી મુનિએ ઘણું કરી લીધું' –એમ બાહ્યદષ્ટિ લોકોને ભલે લાગે; પણ એમ નથી. પરિષહ સહુન કરે પણ અંદરમાં કર્તુત્વબુદ્ધિ તૂટી નથી, આકુળતા વેદાય છે, તેણે કાંઈ કર્યું જ નથી. ૧૯૯. શુદ્ધનયની અનુભૂતિ અર્થાત્ શુદ્ધનયના વિષયભૂત અબદ્ધપૃષ્ટ-આદિરૂપ શુદ્ધ આત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ચૌદ બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા. મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે બધું જાણી લીધું. “સર્વગુણાંશ તે સમકિત” -અનંત ગુણોનો અંશ પ્રગટયો; આખા લોકાલોકનું સ્વરૂપ જણાઈ ગયું. જે માર્ગ આ સમકિત થયું તે જ માર્ગ મુનિપણું ને કેવળ થશે-એમ જણાઈ ગયું. પૂર્ણતાના લક્ષ Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy