________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૨
બહેનશ્રીનાં વચનામૃત
પ્રતીતમાં ફેર પડ્યો તો સંસાર ઊભો છે. ૧૩૧.
જેમ લીંડીપીપરનું લઢણ કરવાથી તીખાશ પ્રગટ થાય છે, તેમ જ્ઞાયકસ્વભાવનું લઢણ કરવાથી અનંત ગુણો પ્રગટે છે. ૧૩ર.
જ્ઞાની ચૈતન્યની શોભા નિહાળવા માટે કુતૂહલબુદ્ધિવાળા-આતુર હોય છે. અહો ! તે પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓની દશા કેવી હશે કે અંદર ગયા તે બહાર આવતા જ નથી! ધન્ય તે દિવસ કે જ્યારે બહાર આવવું જ ન પડે. ૧૩૩.
મુનિએ બધા વિભાવો પર વિજય મેળવી પ્રવ્રજ્યારૂપ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે. વિજયધ્વજ ફરકી રહ્યો છે. ૧૩૪.
એક એક દોષને ગોતી ગોતીને ટાળવા નથી પડતા. અંદર નજર ઠેરવે તો ગુણરત્નાકર પ્રગટે અને બધા દોષનો ભૂકો બોલી જાય. આત્મા તો અનાદિ-અનંત ગુણોનો પિંડ છે. ૧૩૫.
Please inform us of any errors on rajesh@atmadharma.com