________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૩૯
પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે, પણ મૂળ તળમાંથી શાંતિ આવવી જોઈએ તે આવતી નથી. અનેક ફળફૂલથી મનોહર વૃક્ષ સમાન અનંતગુણનિધિ આત્મા અદ્દભુત છે, તેના આશ્રયે રમતાં સાચી શાંતિ પ્રગટે છે. ૧૨૦.
આચાર્યદવ કણા કરી જીવને જગાડે છે:- જાગ રે! ભાઈ, જાગ. તને ઊંઘમાં દિશા સૂઝતી નથી. તું તારી ભૂલથી જ રખડ્યો છે. તે સ્વતંત્ર દ્રવ્ય છો; ભૂલમાં પણ સ્વતંત્ર છો. તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છે. આ કોઈ મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ. તું અંદર ઊંડો ઊતરીને જો, અસલી તત્ત્વને ઓળખ. તારું દુ:ખ ટળશે, તું પરમ સુખી થઈશ. ૧૨૧.
તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે. જેને આત્મામાં જવું છે તે આત્માનો આધાર લે. ૧રર.
ચૈતન્યરૂપી આકાશની રમ્યતા સદાકાળ જયવંત છે. જગતના આકાશમાં ચંદ્રમા અને તારામંડળની રમ્યતા હોય છે, ચૈતન્ય-આકાશમાં અનેક ગુણોની
Please inform us of any errors on rajesh@atmadharma.com