________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૩
અશરણ સંસારમાં દેવ-ગુરુ-ધર્મનું જ શરણ છે. પૂજ્ય ગુરુદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત કરીને તેના દઢ સંસ્કાર આત્મામાં પડી જાય-એ જ જીવનમાં કરવા જેવું છે. ૫.
સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય. “સ્વભાવ” શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઊતરી જાય, રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો. યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. ૬.
જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે સચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. ૭.
અત્યારે પૂજ્ય ગુરુદેવની વાતને ગ્રહણ કરવા ઘણા જીવો તૈયાર થઈ ગયા છે. ગુરુદેવને વાણીનો યોગ પ્રબળ છે, શ્રુતની ધારા એવી છે કે લોકોને અસર
Please inform us of any errors on rajesh@atmadharma.com