SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates (૧૭૯ ) સખી દેખ્યું કૌતુક આજ [ રાગ:- આવો આવો સીમંધરનાથ ] સખી! દેખ્યું કૌતુક આજ માતા તેજ ' ઘરે; એક આવ્યા વિદેહી મહેમાન, નીરખી નેન ઠરે. વિદેહી વિભૂતિ મહાન ભરતે પાય ધરે; મા તેજ' તણે દરબાર “ચંપા' પુષ્પ ખીલે. સખી શી બાળલીલા નિર્દોષ, સૌનાં ચિત્ત હરે; શા મીઠા કુંવરીબોલ, મુખથી ફૂલ ઝરે. શી મુદ્રા ચંદ્રની ધાર, અમૃત–નિર્ઝરણી; ઉર સૌમ્ય સરલ સુવિશાળ, નેનન ભયહરણી... સખી. કરી બાળવયે બહુ જોર, આતમ ધ્યાન ધર્યું સાંધી આરાધનદોર, સમ્યક તત્ત્વ લહ્યું. મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી; અમ આત્મ ઉજાળનહાર, ધર્મપ્રકાશકરી.... સખી. સીમંધર-ગણધર-સંતનાં, તમે સત્સંગી; અમ પામર તારણ કાજ પધાર્યા કરુણાંગી. તુજ જ્ઞાન-ધ્યાનનો રંગ અમ આદર્શ રહો; હો શિવપદ તક તુજ સંગ, માતા ! હાથ ગ્રહો... સખી. Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy