________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૩
વિભાવની તુચ્છતા ન લાગી, પરથી અને વિભાવથી વિરક્તતા ન થઈ, માટે માર્ગ મળ્યો નહિ. ૨૭૪.
*
પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય, પણ જેને આત્માનું કરવું છે તેને કાળ નડતો નથી. ૨૭૫.
*
‘શુભાશુભ ભાવથી જુદો, હું જ્ઞાયક છું' તે દરેક પ્રસંગમાં યાદ રાખવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો તે જ મનુષ્યજીવનની સાર્થકતા છે. ૨૭૬.
*
પરથી વિરક્તતા નથી, વિભાવની તુચ્છતા લાગતી નથી, અંદર એટલી તાલાવેલી નથી; કાર્ય કયાંથી થાય? અંદર તાલાવેલી જાગે તો કાર્ય થયા વિના રહે જ નહિ. પોતે આળસુડો થઈ ગયો છે. ‘કરીશ, કરીશ' કહે પણ કરતો નથી. કોઈ એવા આળસુ હોય કે જે સૂતા હોય તો બેઠા થાય નહિ, અને બેઠા હોય તો ઊભા થવાની આળસ કરે, તેમ તાલાવેલી વિનાના આળસુ જીવો ‘કાલ કરીશ, કાલ કરીશ ' એમ મંદપણે વર્તે છે; ત્યાં કાલની આજ થાય નહિ ને જીવન પૂરું થઈ જાય. ૨૭૭.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com