________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
CO
બહેનશ્રીનાં વચનામૃત
નિઃસ્પૃહસ્પણે ઊભો રહે. મોક્ષની સ્પૃહા અને ચિંતાથી પણ મુક્ત થા. તું સ્વયમેવ સુખરૂપ થઈ જઈશ. તારા સુખને માટે અમે આ માર્ગ દેખાડીએ છીએ. બહાર ફાંફાં મારવાથી સુખ નહિ મળે. ર૬૬.
જ્ઞાની દ્રવ્યના આલંબનના બળે, જ્ઞાનમાં નિશ્ચયવ્યવહારની મૈત્રીપૂર્વક, આગળ વધતો જાય છે અને ચૈતન્ય પોતે પોતાની અદ્દભુતતામાં સમાઈ જાય છે. ર૬૭.
બહારના રોગ આત્માની સાધક દશાને રોકી શકતા નથી, આત્માની જ્ઞાતાધારાને તોડી શકતા નથી. પુદ્ગલપરિણતિરૂપ ઉપસર્ગ કંઈ આત્મપરિણતિને ફેરવી શકે નહિ. ર૬૮.
અહો! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.
પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય?
Please inform us of any errors on rajesh@atmadharma.com