________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૪] તે સિદ્ધ છે માટે આ શાસ્ત્રને મહા વિનયથી વાંચી, તેનો અભ્યાસ કરી તેમાં જણાવેલા ભાવો જિજ્ઞાસુઓએ પોતાના જ્ઞાનમાં ઉતારવા માટે પુરુષાર્થ કરવાની જરૂર છે.
- ત્રીજી આવૃત્તિ (વિ. સં. ૨૦૦૪) બીજી આવૃત્તિ ખલાસ થઈ જવાથી અને તેની માંગ મુમુક્ષુઓ તરફથી ચાલુ રહ્યા કરે છે તેથી આ ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે.
રામજી માણેકચંદ દોશી-પ્રમુખ,
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ ચોથી આવૃત્તિ (વિ. સં. ૨૦૨૨) આ શાસ્ત્ર ઘણાં વર્ષો થયાં મળતું નહોતું. અનેક મુમુક્ષુઓની સતત જિજ્ઞાસા અને માંગ હોવાથી આ શાસ્ત્રની ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના પ્રકાશન અર્થે સ્વ. રામજીભાઈ હંસરાજ કામાણીના સ્મરણાર્થે તેમના કુટુંબીજનો તરફથી તથા સ્વ. શ્રી મંજુલાબેનના સ્મરણાર્થે શ્રી નવીનચંદ્ર પુરુષોત્તમદાસ દોશી તરફથી આર્થિક સહાય મળી છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે. વળી આ આવૃત્તિમાં કેટલેક સ્થળે યોગ્ય સંશોધન કરવામાં આવ્યું છે.
પાંચમી આવૃત્તિ (વિ. સં. ૨૦૨૪) આ શાસ્ત્રની ચોથી આવૃત્તિની ૧૧૦૦ પ્રતિ ટૂંક સમયમાં જ ખલાસ થઈ જવાથી આ પાંચમી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના પ્રકાશન અર્થે શ્રી પોપટલાલ મોહનલાલ વોરા, મુંબઈવાળા તરફથી તેમનાં માતુશ્રીના સ્મરણાર્થે રૂા. ૩000), શ્રી બાલુભાઈ ચુનીલાલ શાહ, મુંબઈવાળા તરફથી તેમના પિતાશ્રીના સ્મરણાર્થે રૂા. ૨૫૦૦) તથા અમદાવાદવાળા શ્રી માયાભાઈ જેસિંગભાઈ અને તેમના ભાઈઓ તરફથી તેમના વડીલબંધુ શ્રી નાનચંદભાઈના સ્મરણાર્થ રૂા. ૧૨૫૦) ની આર્થિક સહાય મળી છે. આ બધા મહાનુભાવોનો તેમણે દર્શાવેલ ઉદારતા માટે, આભાર માનવામાં આવે છે.
છઠ્ઠી આવૃત્તિ (વિ. સં. ૨૦૦૮). - આ શાસ્ત્રની પાંચમી આવૃત્તિ ખલાસ થઈ જવાથી અને તત્ત્વજિજ્ઞાસુઓ તરફથી સતત માંગ રહેવાના કારણે આ છઠ્ઠી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે, આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com