________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૮ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
કાર્યણ શરીરૂપે એક આકાશક્ષેત્રમાં આ આત્મા પાસે આવી ગયા. જીવે દેહ અને સુંદર દેખાતા દેવના ભવ વગેરેને ભલા જાણીને દેખ્યા છે, ભોગવ્યા છે, અને તેમાં સુખ-દુઃખની મિથ્યા કલ્પના કરીને તેને પોતાના માન્યા છે. તેમાં ચૈતન્યગુણ નથી, શુભાશુભભાવ અશુચિમય છે, ચૈતન્યની શાંતિના યોગ આગળ એ બધા પુણ્ય-પાપના સંયોગો, દેહાદિ ૫૨દ્રવ્ય, સર્વ પુદ્ગલ તે એઠવત્ છે, અશુચિમય છે; તેનો સંગ કરવાથી પરાધિનતા છે, ઉપાધિ છે, દુઃખ છે. પુણ્ય હો કે પાપ હો—બેઉ બંધન છે.
જ્ઞાની ધર્માત્મા આત્મજ્ઞાન વડે સંસા૨થી એટલે કે પુણ્ય-પાપથી વૈરાગ્ય પામીને સદ્બોધચંદ્રોદયનું પાન કરે છે, અને સમસ્ત શુભ-અશુભ ભાવ ટાળીને તેનાથી મુક્ત થાય છે, નિરાકુળ શાંતિ-અનદ આનંદને ભોગવે છે જ્ઞાની પુણ્યને તૈય સમજે છે, ત્યારે અજ્ઞાની તેને આદરણીય માને છે. માટે તે અશુચિમય વસ્તુ, પુદ્ગલનો વિકાર જાણીને સંસારની મોહદશાને કે ભવ્ય જીવો ! છોડો, અનંતા જ્ઞાનીઓ પણ એ જ કહે છે. તેનો ઉપાય આત્માની સાચી સમજણ છે, કોઈ બીજો ઉપાય નથી.
66
k
‘અપૂર્વ અવસર ” કાવ્યમાં કહ્યું છે કે “ રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.” એમ મુમુક્ષુ આત્માર્થી પુણ્યને પણ ન ઈચ્છે. સડેલો કાળો શ્વાન હોય, તેના શ૨ી૨માં અનેક ઈયળ અને મળમેલ ભર્યા હોય તેના ઉ૫૨ દ્વેષ કે ગ્લાનિ ન કરે; અને ઇન્દ્રાણી જેવાં સુંદર રૂપવાળી સ્ત્રીઓ દેખાય તેમાં રાગ ન કરે. તે બન્નેમાં રાગ-દ્વેષ કે અંતરક્ષોભ ન થાય. એ બેઉ સરખાં છે, એક જ જાતના જડ ૫૨માણુની રચના છે. ક્ષણમાં તે સડેલા કૂતરાના રજકણો ગુલાબના ફૂલની સુગંધરૂપે થઈ જાય છે. માટે હે ચેતન! તારી પરમ સુંદરતાનો મહિમા ભૂલીને (અનાદર કરીને ) અશુચિમય પુદ્ગલ૫૨માણુમાં મોહ કેમ કરે છે? આત્મા પૂર્ણ જ્ઞાનઘન પવિત્ર છે તેને પુણ્યનાં સાધનવાળો માનવો, તેનાથી સુખ માનવો તે ભૂલ છે, ભગવાનનો ભક્ત પ્રીતિથી પુણ્યરૂપ મેલને કેમ ઈચ્છે? જ્ઞાની ધર્માત્મા પરભાવની ઉપાધિને ઈચ્છે નહિ; છતાં પૂર્વપ્રારબ્ધના યોગે બહારથી ક્રિયા દેખાય પણ તેમાં તેને રુચિ નથી. ચક્રવર્તી જેવા ધર્માત્માને હજા૨ો સ્ત્રી, રાજ્ય વગેરેનો યોગ બહારથી દેખાય છતાં તે મહા વૈરાગ્યવંત છે; સંસા૨થી છૂટવાનો ઉપાય કરે છે. જેમ કચરાના ઉકરડા ઉપર વિષ્ટા કે ગુલાબના ઢગલા સ૨ખા છે, તેમ જ્ઞાની અંત૨માં તે સકળ જગતને એઠવત્ માને છે, અને મોક્ષમાર્ગમાં વર્તે છે. સમસ્ત જગત જેણે એઠવત્ જાણ્યું છે તે વમેલું કેમ ખાય ? ૨જકણોના સંયોગો અનંતવાર આત્મપ્રદેશે આવી ગયા છતાં તે તા૨ા થયા નથી, તે તો શેય માત્ર છે. સંસારના જીવો એકાંત દુઃખે કરીને બળી જળી રહ્યા છે. આ ભયંકર સંસારનો ત્રાસ (ભવનો ભય ) જેના કાળજામાં લાગ્યો છે તેને સંસારનું પરમાણુ માત્ર કેમ ગોઠે અનિત્ય એવો સંસાર કેવળ દુઃખમય છે. દુઃખ ૫૨ના કા૨ણે નથી, પણ પોતામાં ભૂલવાળી માન્યતારૂપ પોતાનું અજ્ઞાન એ જ દુઃખ (સંસા૨) છે. સંસાર સ્વપ્ન સમાન છે; તે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com