________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૮]
[૪૨૫ એકેક ગાથામાં ઘણા ભાવ ભર્યા છે. લોકો મધ્યસ્થપણે વિચારે નહિ, કુતર્ક કરે, અને સાચું સમજે નહિ તેમાં જ્ઞાનીને શું? પ્રથમ આવ્યું હતું કે “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.” આ બે દોષમાં સ્વચ્છંદ અને પ્રતિબંધ સમાઈ જાય છે. તેથી આ બન્ને દોષને લોકો યથાર્થપણે સમજે, અને પુરુષાર્થ કરીને ટાળે, તે માટે શ્રીમદે ગુરુશિષ્યના સંવાદરૂપે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની અપૂર્વ રચના કરી છે. તેનો લાભ સહુ કોઈ લઈ શકે છે. અંતર વિચાર કરવાથી અંદરમાં જેમ જેમ પુરુષાર્થ સહિત યથાર્થતા સમજશે, તેમ તેમ પોતાને વિષે સદ્ગણ પ્રત્યક્ષ દેખાશે, તેમાં ભૂલ નભી શકશે નહિ; સાચું કારણ સેવવાથી સાચું કાર્ય અવશ્ય થાય. આ ન્યાયનો પિંડ અને સાચા જ્ઞાનનું સત્ત્વ છે.
ચૈતન્ય આરસીમાં જરાયે છૂપું રહે તેમ નથી. જેટલો પુરુષાર્થ મોળો તેટલું ઉપાદાન અજાગૃત રહે છે. કેવળ વાતો કરવાથી કે વિકલ્પથી આત્મજ્ઞાન પ્રગટે નહિ. પુરુષાર્થ ઉપાડયા વિના કલ્પનાથી પોતાના વિષે જ્ઞાનીપણું માની લેવું તે સ્વચ્છેદ છે. સર્વજ્ઞ વીતરાગના ધર્મને સમજ્યા વિના જ્ઞાની સામે પેઢી માંડીને તે સાચી પેઢી તોડવા માગે છે. પોતે જ મોહદશામાં વર્તે છે અને જ્ઞાનીપણું માને છે તે ભાવવૃદ્ધિ કરે છે, કારણ કે જ્ઞાનીને જે રૂપે આત્માનું સ્વરૂપ કહેવું છે તેનાથી પોતે પ્રતિકૂળતા સાધે છે, અને કહે કે હું જાણું છું, શાસ્ત્રમાં જે લખ્યું છે તેની મને ખબર છે. આમ મનની ધારણાથી મફતમાં જ્ઞાની થવા માગે છે. તે જીવો અનંતજ્ઞાનીનો દ્રોહ કરે છે, એટલે કે પોતાને ઠગે છે. આમ ઘણા પ્રકારે લોકોના દોષ જોઈને નિષ્કારણ કરુણાથી આ આત્મસિદ્ધિ મુમુક્ષુ આત્માઓ માટે શ્રીમદે લખી છે. તે વખતે તો ઘણા જીવો સાવ સાધારણ હતા.
અનુકમ્પાનું લક્ષણ એવું છે કે :- કોઈ મહા પાપી હોય અથવા કોઈ ગમે તેવો મૂર્ખ હોય છતાં મુમુક્ષુએ તે પ્રત્યે નિવૈરબુદ્ધિ રાખવી જોઈએ. પોતે વિચારે કે હું પણ પૂર્વે તીવ્ર મોહદશામાં હતો, ત્યારે મોટો અપરાધી અને મૂર્ખ હતો એમ વિચારીને બધા પ્રાણી પ્રત્યે સમભાવ રાખે, રાગ-દ્વેષ ન કરે. હું જ્ઞાન છું એવું માન્યું ત્યાં જ્ઞાનની ધીરજ ટકાવવાનું બળ સાથે જ હોય. ૧૩૭
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;
હોય મુમુક્ષુ ઘટવિષે, એવું સદાય સુજાગ્ય. ૧૩૮ જેને મોક્ષની અભિલાષા છે તે મુમુક્ષુ આત્મા સદાય સુજાગ્ય રહે છે, ભાન થયે જ્ઞાતાદ્રષ્ટામાં સદાય જાગૃત પુરુષાર્થ કરે છે, અને સન્ની પ્રાપ્તિ માટે સત્સમાગમ, મનન, ચિંતવન કરવામાં સદાય જાગૃત રહે છે. જ્ઞાની, ધર્માત્મા કે જિજ્ઞાસુ ગમે તે હો, બધા મુમુક્ષુ કહી શકાય. તે બધામાં આ બધા ગુણો હોવા જોઈએ. જેનામાં આ ગુણો નથી તેનામાં મુમુક્ષુતા નથી. દયા, શાંતિ, અંદરની સમતા-ધીરજ અકષાય કરુણા, ક્ષમા,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com