________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૭૫ ચૈતન્યસ્વભાવને ઓળખીને તેને જે આરાધે છે તે અશરીરી સિદ્ધ થઈ જાય છે. યોગીન્દુસ્વામી કહે છે કે –
ધ્યાનવડે અભ્યતરે દેખે જે અશરીર, શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે – છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ,
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.”
દેહ જ હું છું' એવો દેહાધ્યાસ જો છૂટી જાય એટલે કે દેહથી પાર હું ચિદાનંદસ્વભાવ જ છું-એવું જ સમ્યફભાન થાય તો તે આત્મા દાદિનો કે કર્મોનો કર્તા થતો નથી, તેમજ તેના ફળનો ભોક્તા પણ થતો નથી, તે તો પોતાના આત્માને દેહાદિથી તથા કર્મોથી ભિન્ન જાણીને પોતાના જ્ઞાનભાવનો જ કર્તા-ભોક્તા થાય છે.–ને તે જ ધર્મ છે; માટે પહેલાં યથાર્થ ભેદજ્ઞાન કરવાનો ઉપદેશ છે.
આત્માને અનાદિકાળથી કેમ અશાંતિ છે ને શાંતિ કેમ મળેસમાધિ કેમ થાય-તે વાત ચાલે છે. જ્ઞાન-આનંદસ્વરૂપ આત્મા છે, તે શરીરથી જાદો જ્ઞાતાદૃષ્ટા છે; આત્મા શરીરનો જાણનાર છે પણ પોતે શરીર નથી. છતાં અજ્ઞાની એમ માને છે કે હું જ શરીર છું, શરીર મારું છે.-આવી ભ્રમબુદ્ધિને લીધે તે ચૈતન્યમાં એકાગ્ર થતો નથી, પણ દેહની મમતાથી ફરી ફરીને નવા નવા શરીરો ધારણ કર્યા કરે છે, ને શરીરના લક્ષે દુ:ખી-અશાંત થઈ રહ્યો છે. તેને આચાર્યદેવ સમજાવે છે કે અરે જીવ! આ શરીર તું નથી, તું તો ચૈતન્યસ્વરૂપી અરૂપી છો; દેહથી ભિન્ન તારા સ્વરૂપને જાણ તો તને શાંતિ થાય. દેહબુદ્ધિને લીધે અજ્ઞાની એમ માને છે કે હું કાળો, હું ધોળો, મને ઠંડી થઈ, મને ગરમી થઈ, મને રોગ થયોએમ દેહની અવસ્થાઓને જ આત્મા માને છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com