________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર : આત્મભાવના વિમુખ થઈને, ઇન્દ્રિયદ્વારા બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરે છે તેથી તે દાદિને જ આત્મા માને છે,-માટે તે બહિરાત્મા છે. જ્ઞાનને અંતર્મુખ કરીને જાણે તો તે અતીન્દ્રિય જ્ઞાનવડ દેહાદિથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માનું સ્વસંવેદન થાય, એટલે બહિરાત્મપણું ટળીને અંતરાત્માપણું થાય.
જે જીવ ઇન્દ્રિયોને જ્ઞાનનું કારણ માને તેને ઇન્દ્રિયવિષયોના જ પોષાણનો અભિપ્રાય છે. ઇન્દ્રિયોના વિષયો અનુકૂળ હોય તો ઈન્દ્રિયો પુષ્ટ રહે, ને ઇન્દ્રિયો પુષ્ટ હોય તો જ્ઞાન સારું થાય-એમ અજ્ઞાની માને છે, તેથી તે ઈન્દ્રિયોને જ આત્મા માને છે ને ઇન્દ્રિયદ્વારા જ તેનું જ્ઞાન પ્રવર્તતું હોવાથી એકલા બાહ્ય વિષયોમાં જ તે વર્તે છે, તેથી અંતરના ચૈતન્ય-વિષયને જાણવા માટે તેનું જ્ઞાન નાપાસ” છે, ચૈતન્યને જાણવાની પરીક્ષામાં તે નાપાસ થાય છે. ભલે મેટ્રીક વગેરે મોટી પરીક્ષામાં પહેલે નંબરે પાસ થાય પણ જો ચૈતન્યતત્ત્વને ન જાણ્યું તો તેનું જ્ઞાન નાપાસ જ છે-મિથ્યા જ છે. અને અભણ હોય-લખતાં વાંચતાંય આવડતું ન હોય પણ જ્ઞાનને અંતર્મુખ કરીને ચૈતન્યવિષયને જો જાણે છે તો તેનું જ્ઞાન પાસ છે, તેનું જ્ઞાન મોક્ષનું કારણ છે. જે જ્ઞાન મોક્ષનું કારણ થાય તે જ સાચી વિધા છે; એ સિવાય લૌકિક વિધા ગમે તેટલી ભણે તોપણ આત્મવિદ્યામાં તો તે નાપાસ જ છે, તેનું ભણતર કુવિધા
જ છે.
અરે! પોતાના ચૈતન્યતત્ત્વને ચૂકીને દેહાદિમાં જ આત્મબુદ્ધિથી અજ્ઞાની જીવ ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણમાં મરી રહ્યો છે. બાહ્ય વિષયોમાંથી સુખ લેવા માંગે છે પણ તેમાં તો અંતરનું વાસ્તવિક સુખ ભુલાઈ જાય છે; ઈન્દ્રિયજ્ઞાનવડે ઈન્દ્રિય-વિષયોને જ જાણે છે ને તેમાંથી સુખ લેવા માગે છે, પણ તેમાં તો પોતાના ચૈતન્યપ્રાણનો ઘાત થાય છે,-આત્માનો આનંદ હણાય છે ને દુઃખ થાય છે, તેનો વિચાર પણ અજ્ઞાનીને નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com