________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૫૫ ગુરુપ્રસાદથી આત્માને જાણીને ધ્યાવવો.
દેહાદિથી ભિન્ન આત્માની ભાવના ભાવનાર મુમુક્ષુ જીવને અંદર પરિણામમાં તીવ્ર ઉદાસીનતા, વૈરાગ્ય, પ્રતિકૂળતામાં સહનશીલતા, ધૈર્ય વગેરે હોય છે. તેથી કહે છે કે હું જીવ! તપશ્ચરણાદિ વૈરાગ્યભાવનાપૂર્વક તું જ્ઞાનને ભાવ. એવી ભાવના ભાવ કે ગમે તેવી પ્રતિકૂળતામાંય તે છૂટે નહિ, અખંડ આરાધનામાં ભંગ પડે નહિ. જે એકલા સાતાશીલીયાપણાને સેવે છે ને જ્ઞાનની વાતો કરે છે તેને પ્રતિકૂળતાના પ્રસંગે જ્ઞાનભાવના કયાંથી ટકશે? અજ્ઞાની તો મરણના કે પ્રતિકૂળતાના પ્રસંગે ભડકી ઊઠે છે, ને ભિન્નજ્ઞાનને ભૂલી જાય છે. જેણે જ્ઞાનભાવના ભાવી છે એવા જ્ઞાનીને મરણનો ભય નથી, પ્રતિકૂળતામાંય જ્ઞાનભાવના છૂટતી નથી. જાઓને, પાંડવો, સુદર્શન શેઠ, સીતાજી વગેરે ઉપર કેવાં સંકટ આવ્યાં? છતાં તે પ્રસંગે પણ તેઓ પોતાની જ્ઞાનભાવનાને ભૂલ્યા ન હતા. જેણે વારંવાર આત્માના અનુભવનો પ્રયોગ કર્યો છે, વારંવાર સ્વભાવમાં ઠરવાની અજમાયશ કરી છે તેને ગમે તે પ્રસંગમાં પણ જ્ઞાનભાવના જાગૃત રહે છે. માટે દુઃખથી એટલે કષ્ટમાં સહુનશીલતાના પ્રયત્નસહિત જ્ઞાનસ્વભાવની ભાવના કરવાનો ઉપદેશ છે.
સમયસારમાં પણ કહે છે કે હે જીવ! તું મરીને પણ તત્ત્વનો જિજ્ઞાસુ થા..મરણ જેટલાં કષ્ટ સહન કરીને પણ દેથી ભિન્ન આત્માને અનુભવમાં લે....અંદર તેના અનુભવની ધગશ આડ દુનિયાની પ્રતિકૂળતાને ન જો.
હું આત્મા છું, શરીરથી જુદો છું-એવી સામાન્ય ધારણા કરી હોય પણ જેણે અંદર આત્માની ખરી ધગશથી ભેદજ્ઞાન કરીને તેની ભાવના ભાવી નથી, તેને શરીરાદિની અનુકૂળતા હોય ત્યાંસુધી તો એમ લાગે કે જ્ઞાન છે; પણ જ્યાં શરીરમાં કષ્ટ થાય, દેહ છૂટવાનો પ્રસંગ આવે, કે બીજા અનેક પ્રકારના નિંદા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com