________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪): આત્મભાવના રીતે કરવી? કેવળજ્ઞાની પરમાત્માને પ્રતીતમાં લઈને તેને જ ઉપાસ્ય તરીકે જેણે સ્વીકાર્યા તેણે પોતાના આત્મામાંથી રાગાદિનો કે અલ્પજ્ઞતાનો આદર કાઢી નાખ્યો, ને પૂર્ણ સામર્થ્યવાન જ્ઞાનસ્વભાવનો જ આદર કર્યો એ રીતે જ્ઞાનસ્વભાવનો જ આદર કરીને પોતે પોતાના સ્વભાવ તરફ ઝૂકી જાય છે.-તે જ અરિહંત અને સિદ્ધ પરમાત્માની ખરી ઉપાસના છે; અને એ રીતે જ્ઞાન- સ્વભાવ તરફ ઝૂકીને તેમાં એકાગ્ર થતાં થતાં તે પોતે પણ પરમાત્મા થઈ જાય છે.
જુઓ, ભિન્ન આત્માની ઉપાસનામાં એકલું ભિન્નનું જ લક્ષ નથી, પણ ભિન્ન આત્માનું લક્ષ છોડીને પોતે પોતાના અભિન્ન આત્મા તરફ વળી ગયો ત્યારે જ ભિન્ન આત્માની (અરિહંત-સિદ્ધ ભગવાનની) ખરી ઉપાસના થઈ. એકલા રાગ વડે ભગવાનની ભક્તિ કર્યા કરે ને તે રાગવડે લાભ માને તો તે ખરેખર સર્વજ્ઞ ભગવાનની ઉપાસના કરતો નથી પણ રાગની જ ઉપાસના કરે છે; સર્વજ્ઞની ઉપાસના કરવાની રીત તે જાણતો નથી. “સર્વજ્ઞની નિકટતા' કરીને તેની ઉપાસના કરે કે અહો ! આવી સર્વજ્ઞતા!—જેમાં રાગ નહિ, અલ્પજ્ઞતા નહિ, પરિપૂર્ણ જ્ઞાન ને આનંદનું જ જેમાં પરિણમન છે; મારા આત્માનો પણ આવો જ સ્વભાવ છે;-એમ પ્રતીત કરીને જ્ઞાનસ્વભાવનું બહુમાન કરીને અને રાગાદિનું બહુમાન છોડીને જ્યાં પોતે પોતાના જ્ઞાનસ્વભાવમાં તન્મય થયો, ત્યાં ભાવઅપેક્ષાએ ભગવાન સાથે એકતા થઈ, જેવો ભગવાનનો ભાવ છે તેવો ભાવ પોતામાં પ્રગટયો, એટલે તેણે ભગવાનની ઉપાસના કરી. આ રીતથી જે જીવ સર્વજ્ઞ પરમાત્માની ઉપાસના કરે છે તે પોતે પરમાત્મા થઈ જાય છે.
કેવળીભગવાનની પરમાર્થસ્તુતિનું સ્વરૂપ સમયસારની ૩૧મી ગાથામાં કહ્યું છે, ત્યાં પણ આમ જ કહ્યું છે કે જે જીવ ઇન્દ્રિયોથી ભિન્ન પોતાના ઉપયોગસ્વરૂપ આત્માને જાણે છે તે જીતેન્દ્રિય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com