________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૨૩
કે જળ અને અગ્નિના લક્ષણ (શીત અને ઉષ્ણ ) ભિન્ન ભિન્ન હોવાથી તેઓ પ્રસિદ્ધપણે જુદા છે. આત્મા ઉપયોગસ્વરૂપથી લક્ષિત છે અને શરીરાદિ તેનાથી વિરુદ્ધ એવા અનુપયોગ-જડસ્વરૂપે લક્ષિત છે, તેથી તેમને જુદાપણું છે. એ જ પ્રમાણે રાગાદિ ભાવોથી પણ જ્ઞાનની ભિન્નતા છે, કેમકે જ્ઞાનમાં શાંતિ છે, ને રાગમાં આકુળતા છે; એ રીતે બન્નેનાં લક્ષણ જુદાં છે.-ઇત્યાદિ પ્રકારે યુક્તિ તથા અનુમાનથી પણ હું ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ.-કોને ? કે જે જીવ કેવળ અતીન્દ્રિય સુખનો અભિલાષી છે તેને.
જે જીવ આત્માના અતીન્દ્રિય સુખનો અભિલાષી છે તેને માટે હું શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ-એમ પૂજ્યપાદસ્વામીએ આ ત્રીજી ગાથામાં પ્રતિજ્ઞા કરી છે. કઈ રીતે કહીશ ? કે આગમથી, યુક્તિથી– અનુમાનથી અને મારા અંતરના અનુભવથી મારી આત્મશક્તિઅનુસાર હું શુદ્ધ આત્માનું કર્માદિથી ભિન્ન સ્વરૂપ કહીશ. કોને માટે કહીશ ? કે જેને આત્માના સુખની અભિલાષા છે તેને માટે કહીશ, અને ચિત્તની એકાગ્રતાપૂર્વક કહીશ.
મારો આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે; મને મારો આનંદ કેમ પ્રાપ્ત થાય-એમ જેને ધગશ જાગી હોય એવા જીવને સંબોધીને આત્માનું સ્વરૂપ હું કહીશ. જેને સંસારની કે પુણ્યની અભિલાષા છે એવા જીવોને તો ભિન્ન આત્માનું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા જ નથી. એટલે એવા જીવોને શ્રોતા તરીકે લીધા જ નથી.
મારે તો આત્માનો આનંદ જોઈએ છે, કર્મના સંબંધ વગરનો –ઇન્દ્રિયના વિષયોના સંબંધ વગરનો, કેવળ આત્માનો અતીન્દ્રિય આનંદ મારે જોઈએ છે,-આવી જેને ઝંખના થઈ છે તેને માટે કર્માદિથી ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવે છે, કેમ કે એવા આત્માનું સ્વરૂપ જાણવાથી જ અતીન્દ્રિય સુખ થાય છે;
Please inform us of any errors on rajesh @AtmaDharma.com