________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
આત્મઅવલોકન કાલે આસ્તિયશક્તિના પરભાવનો એ રીતે નાશ થયો, તે કાલે આસ્તિક્યશક્તિનો જે નિન્જાતિભાવ શક્તિરૂપ ગુમ થઈ રહ્યો હતો, તે જાતિભાવ અતિશયપણે વ્યક્ત-પ્રગટ-થયો. તે જાતિ ભાવનું કેવું રૂપ છે?
નિજવસ્તુજાતિની-નિશ્ચયવસ્તુગુણપર્યાયની, પ્રત્યક્ષ સત્તારૂપ અને પરદ્રવ્યગુણપર્યાયની જાદી પ્રત્યક્ષ સત્યરૂપ (સત્તારૂપ) ઠીકતા (તેની બરાબરપણાની શ્રદ્ધા) એવી આસ્તિક્યશક્તિનો જાતિભાવ છે, તે નિત્ય જ છે. એક સમ્યકત્વગુણની એવી આસ્તિક્યશક્તિ નિજરૂપ પરિણમી વળી તે જ કાલે આસનભવ્ય જીવનો જે એક જ્ઞાનગુણ છે તે જ્ઞાનગુણનું લક્ષણ “જાણવું.”
તે જાણવાના પણ બે ભાવઃ- એક તો વૈભાવિક વિકારરૂપઔપાધિકરૂપ પરભાવ, બીજો, નિન્જાતિરૂપ-પોતારૂપ-સ્વભાવભાવ જાણવાનો તે (સુ) ભાવ હતો તે તો અનાદિથી શક્તિરૂપ ગુપ્ત થઈ રહ્યો હતો. વળી તે અન્ય એવા પરભાવરૂપે જાણવું વ્યક્તીરૂપ પ્રગટરૂપ પ્રવર્તે, તેણે પરભાવને ધારણ કર્યો. કેવું જાણવું થાય છે? તે કહેવામાં આવે છે.
અવસ્તુને વસ્તુ, અવગુણને ગુણ, અપર્યાયને પર્યાય, પરને સ્વ, હેયને ઉપાદેય ઇત્યાદિ જે કાંઈ વાતો (વસ્તુરૂપ) નથી, તેને જાણવાને મિથ્યામતિ જ પ્રવર્તે છે. એવો જાણવાનો પરભાવ, તે પરભાવ પુદગલ-આવરણ વિપાકના રહેવાથી રહે છે. વળી એ રીતે અનાદિથી પ્રવર્તતાં, પ્રવર્તતાં, હવે તે દુષ્ટ પુદ્ગલ-આવરણના કંઈક વિપાક –ઉદયનો નાશકાલ (નાશ થવાનો કાલ) આવ્યો, તે આવતાં, કંઈક વિપાકનો નાશ થયો, તેનો નાશ થતાં, જાણવાનો જે તે દુષ્ટકૃત્સિતપરભાવ હતો તે, તે જ કાલે નાશ પામ્યો, તે સમયે જ, કાંઈક જાણવારૂપ નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com