________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છે. આ રીતે સાધકસાધ્યનો ભેદ ટાળી અભેદસ્વભાવરૂપ થતાં આત્માનુભવ થાય છે. કહ્યું છે કે-વસ્તુવિચારત ધ્યાવર્તે, મન પાવે વિશ્રામ; રસસ્વાદત સુખ ઉપજે, અનુભૌ યાકો નામ.
સમ્યગ્દષ્ટિની ચેતના અબુદ્ધિરૂપ વિષયકષાયાદિમાં પ્રવર્તે છે તે સમ્યમ્ મતિશ્રુતજ્ઞાનરૂપ જાન્યજ્ઞાનગોચર થતા નથી તેથી શક્તિમાં અબુદ્ધિરૂપ રાગદ્વેષમોહ વિદ્યમાન છે તેથી અબુદ્ધિરૂપે ચોથાથી માંડીને દશમાં ગુણસ્થાન સુધી કિંચિત્માત્ર આશ્રવબંધ ઊપજે છે.
અનેકાંત દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ વસ્તુને-પ્રમાણભૂત યથાર્થ વસ્તુસ્વરૂપને-પ્રકાશે છે. જ્ઞાની અનેકાંતદષ્ટિયુક્ત સમ્યગૂ એકાંતદષ્ટિને સેવ્યા કરે છે. આત્મા અનંતગુણનો દલ છે એમ અનેકાંતદષ્ટિથી જ્ઞાન દ્વારા જાણીને જીવ “શુદ્ધચેતનામાત્ર’ એવી અભેદ સ્વવસ્તુની શ્રદ્ધા કરે છે પણ જો અનેકાંતદષ્ટિથી વસ્તુસ્વરૂપનો નિર્ણય કર્યા વિના જીવ એકાંત દષ્ટિથી અભેદવસ્તુની શ્રદ્ધા કરવા જાય તો તેની સાચી શ્રદ્ધા બની શકતી નથી. તેથી ગ્રંથકાર કેટલીક ખોટી માન્યતાનો ન્યાયપૂર્વક નિષેધ કરે છે. તેમાંથી બે દાખલા અત્રે લઈએ.
કોઈ અજ્ઞાની એકલી સ્વસંવેદનશક્તિને જ સંપૂર્ણ સ્વભાવરૂપ જ્ઞાન થવું માને, અન્ય સર્વ ભાવોથી જીવને શૂન્ય માને તો તે અજ્ઞાનીએ જ્ઞાનનો નિજસ્વભાવ સ્વપરય પ્રકાશક ન જાણ્યો, તેથી તે પુરુષને સ્વપરનું ભેદજ્ઞાન ઊપજતું નથી ભેદજ્ઞાન ઊપજ્યા વિના વિકારનો નાશ થતો નથી. સર્વથા એકલા સ્વસંવેદનને માનવામાં આવે ત્યાં અન્ય ગુણોને ન માન્યા. ત્યાં અનંતગુણયુક્ત દ્રવ્યને તેવા યથાર્થ સ્વરૂપે ન માન્યું. આ રીતે માત્ર એકલી સ્વસંવેદનની માન્યતાથી સર્વ એકાંત સ્થાપવાથી નાશની પરંપરા સિદ્ધ થાય છે, બીજું કાંઈ સાધ્ય સિદ્ધ થતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com