________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ નયના વિષયભૂત આત્માની શુદ્ધ શક્તિના જોરથી ચૂત થાય તો તે પણ મિથ્યાત્વી બને છે.
સર્વપુદ્ગલપરિણામ અચેતન જાણવા. એનામાં ચેતનાનો ભ્રમ ન કરવો, સમ્યજ્ઞાતા અચેતન પારદ્રવ્યને પોતાથી જાદુ જ જાણે છે, પોતાનું ચેતનારૂપ ચેતનદ્રવ્ય જાદુ જ આચરે છે.
હે મિત્ર! તું પણ એવી દષ્ટિ કરીને નિહાળવાનું કર, અન્ય પરયનો દોષ ન જો. ન જાણો કે-પરયોના સાન્નિધ્યનું નિમિત્ત માત્ર દેખીને મારું દ્રવ્ય આણે મેલું કર્યું. જડકર્મે મને વિકાર કરાવ્યો એવો, આ જીવ પોતે જ નિમિત્ત દેખીને, જદૂઠો ભ્રમ કરે છે પણ તું તે પર જ્ઞયને કદી સ્પર્યો જ નથી છતાં તું તેના દોષ દેખે છે. ત્યાં તારી ભ્રમણા છે, પરનો કોઈ દોષ નથી.
આ જે એકક્ષેત્રાવગાહી પુદ્ગલક વસ્તુનું કર્મરૂપી નાટક બન્યું છે તેવું જ પરભાવરૂપ નાટક આ જીવનું બન્યું છે. પણ જ્ઞાની પુગલક નાટક સાથે કાંઈ પણ સંબંધ દેખતો નથી કારણ કે જો કોઈ સંબંધ હોય તો જ્ઞાની દેખે, જો ન હોય તો જ્ઞાની કઈ રીતે દેખે ? આવી પ્રતીતિ થતાં પરથી લક્ષ છૂટીને અકર્તાપણાનો ખરો વૈરાગ્ય જીવમાં ઉદ્દભવે છે.
હવે અત્રે આ વિકારને ટાળવાનો ઉપાય વિચારતાં પહેલાં સાધક સાધ્યભાવનો વિચાર કરીએ. સાધકસાધ્યભાવનું શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન કરવામાં આવ્યું છે. ત્યાં અપેક્ષાનો ઊંડો યથાર્થ આધ્યાત્મિક વિચાર કર્યા સિવાય આ સાધકસાધ્યનો ઉપરટપક રૂઢીગત અર્થ ઘટાવી લેવામાં આવે તો તેનું તાત્પર્ય સમજવામાં ગેરસમજણ ઊભી થાય તે સ્વાભાવિક છે, આ ગેરસમજ ન થાય તે માટે સાધકસાધ્યભાવનું નીચેનું તાત્પર્ય યોગ્ય વિચારપૂર્વક હૃદયમાં બરાબર નિર્ણયપૂર્વક બેસાડીને ધારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com