________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
આત્માવલોકન સર્વલોકાલોકની રૈયત ઉપર પ્રવર્તી ગઈ. (તેઓ ) અનંત બલ-વીર્ય, અનંતપરમસુખ સમૂહવત થયા, પરમ પ્રભુ થયા, તેની અવસ્થા કથનાતીત છે. તેથી આટલું જાણવું કે આ પરિણામો ત્યારે પરિણામસ્વરૂપ ઋદ્ધિને, પ્રભુને, નિત્યપદને પ્રાપ્ત થયા.
હે સંત આ કથનને વિષે એક તો બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એ આ પરિણામોની અવસ્થા જાણવી. વળી એક અંતરાત્મા અવસ્થાની વિષે જ્ઞાન, દર્શન, સમ્યકત્વાચરણ, ચારિત્રા-ચરણનીય રીતિ કહી છે, તેને પોતાના પરિણામો સાથે લગાવી જોવી, (તુલના કરી દેખવી) આ ઉપદેશ આપ્યો છે.
ઇતિ દષ્ટાંતપૂર્વક સ્વરૂપ વ્યાખ્યાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com