________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
બનાવતું નથી, કારણ કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં વ્યાપ્યવ્યાપક થતું નથી. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપ્યવ્યાપક થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય. વળી જીવ પુદ્દગલકર્મના નિમિત્ત વિના જ વિકારરૂપે પરિણમતો હોય તો વિકાર જીવનો નિજસ્વભાવ થઈ જાય માટે ચિત્ત્વિકારૂપે તો જીવ પોતે જ પરિણમે છે, ત્યાં કર્મનું નિમિત્ત કહ્યું. ત્યાં કર્મને નિમિત્ત કહેવાનું પ્રયોજન એ છે કે જીવનો વિકારીભાવ અનિત્ય છે એમ ઠર્યું, વિકાર અવસ્તુભાવ ઠર્યો, વિકાર સ્વભાવ ન ઠર્યો, આ રીતે જીવને વિકાર થવામાં કર્મનું નિમિત્ત છે એ કથન દ્વારા એમ જાણવું કે જીવને જે વિકાર થાય છે તે પરભાવ છે, અનિત્ય છે અને તે જીવનો સ્વભાવ નથી; પણ જીવની અવસ્થામાં વિકાર થતી વખતે કર્મના નિમિત્તનો સદ્ભાવ છે તે (નિમિત્ત) જીવના વિકારને ઉપજાવે છે એમ કહેવાનું શાસ્ત્રનું પ્રયોજન નથી. વીતરાગ સર્વજ્ઞના શાસ્ત્રમાં વસ્તુસ્વરૂપની અયથાર્થ સિદ્ધિ શી રીતે સંભવે ? વસ્તુ જ્યાં સ્વતંત્રપણે પોતાના અહેતુક સ્વભાવથી જ પરિણમે છે ત્યારે નિમિત્ત ૫૨ના કાર્યને કરે છે એમ કહેવું તે વસ્તુના મૂળ સ્વભાવનો જ ઘાત કરવા જેવું છે.
આ કર્તાકર્મનું રહસ્ય સમજીને જીવે ૫૨નું પરિવર્તન કરવાની માન્યતા અને પ૨ની અવસ્થામાં હું ફેરફાર કરી શકું એવી અહંતાનો, શુદ્ધ આત્માનો ભાનપૂર્વક, ત્યાગ કરવો જોઈએ.
કર્તાકર્મક્રિયાનો ભેદ જે યથાર્થ જાણે છે તે પોતાની ચેતના ૫૨થી ાદી જાણે છે અને પોતાની પરિણતિની શુદ્ધતા પ્રગટ કરી સંસારથી ભલી રીતે વિરક્ત થાય છે, તે સંસારથી ઉદાસીન થઈ જાય છે.
પુણ્ય પાપ વિકારભાવના ભેદ છે. તીવ્ર કષાય તે પાપના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com