________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updafes
પોષ સુદ ૩, શુક્ર ૧૯-૧૨-૫૨
પ્ર. - ૧૩
આ અનુભવપ્રકાશ ગ્રંથ છે. આત્માના વીતરાગી આનંદરૂપ પરિણામને અનુભવ કહે છે. પુણ્ય-પાપરહિત સ્વભાવસન્મુખ આનંદરૂપ પરિણામનો મહિમા અપાર છે. પુણ્ય-પાપ પોતાની પર્યાયમાં થાય છે, પણ તે પરાશ્રિતભાવ-બંધભાવ છે તેથી તેને પોતાનાં કહ્યાં નથી.
,,
પોતે અનંત શક્તિનો સ્વામી આત્મા હોવા છતાં પુણ્ય-પાપથી ચાર ગતિમાં ગોથાં ખાય છે. શુભાશુભભાવ ૫૨૫રિણામ છે. “ પ્રભુ સર્વગુણસંપન્ન કહેવાય છે, પણ તેનામાં અપલક્ષણ ઓછાં નથી. એમ શ્રીમદ્દ રાજચંદ્રજીએ એક પત્રમાં કહ્યું છે. આત્મા (પ્રભુ) શક્તિએ પરિપૂર્ણ છે, પણ તેની પર્યાયમાં વિકાર છે, તે તેનું અપલક્ષણ છે. અહીં ગોથાં ખાય છે એમ કહ્યું છે. અર્થને સમજે નહિ ને બીજાના દોષ કાઢે તેવા જીવોને કોઈ સમજાવી શકે એમ નથી. ચિદાનંદ પ્રભુ પુણ્યપાપપરિણામથી ચોરાશીમાં રખડે છે. કર્મથી રખડે છે એમ કહ્યું નથી. કર્મ તો જડ છે, તે આત્માને રખડાવતું નથી.
પોતે શક્તિરૂપે પરમેશ્વર છે, હું જ્ઞાન-આનંદમય છું એવું ભાન થયા પછી પૂર્ણ આનંદ પ્રગટે ત્યારે પર્યાયે પણ પરમેશ્વર થાય છે. પ૨ને અથવા રાગદ્વેષને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન છે તે જ્ઞાન સ્વમાં વળી પૂર્ણ પ્રગટ થાય ત્યારે પોતે પરમેશ્વર થાય છે. તે આત્માના પરિણામનો પ્રભાવ છે. શરીર, રાગ-દ્વેષ કે વ્યવહારનો પ્રભાવ નથી, સારું શરીર હોય તેનો પ્રભાવ નથી. પોતાના નિર્મળ પરિણમનથી અવિનાશી પદનો અનુભવ થાય છે. દ્રવ્ય-ગુણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com