________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૨ ]
[ ૭૧ પુણ્ય-પાપ મારું પદ નથી. વળી નિજાનંદના અનુભવને કોની ઉપમા આપવી ? પુણ્યને અને સંયોગોને ઉપમા આપી શકાય પણ સ્વાભાવિક પદને ઉપમા આપી શકાય નહિ.
વળી શુભાશુભ વિકારી પરિણામ હતા ત્યાંસુધી ભેદ પડતો, પણ આનંદનો અનુભવ થતાં સ્વભાવ સાથે એકરસ થયો, શુદ્ધ ઉપયોગ થયો. વ્યવહારરત્નત્રય અશુદ્ધોપયોગ છે, શુદ્ધ ઉપયોગ નવો થયો. નિત્યાનંદમાં લીનતા થતાં સહજ પદનો અનુભવ થયો, તેનું નામ મુનિપણું છે. આને મોક્ષમાર્ગ કહે છે.
અધૂરી દશામાં દયા, દાન, તીર્થયાત્રા, પૂજા આદિનો વિકલ્પ આવે છે, પણ તે મોક્ષમાર્ગરૂપ ધર્મ નથી. આત્માના ભાન દ્વારા નિર્મળતા પ્રગટે તે ધર્મ છે. આનું નામ અનુભવ છે. શુદ્ધ આત્મપરિણામનો મહિમા અપાર છે, વ્યવહા૨૨ત્નત્રયનો મહિમા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com