________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપનું જાણવું થયું કે આ જ્ઞાનમાત્ર છે. તેની પ્રતીતિ થઈ માટે સમ્યક્ નામ પામ્યું. આ સમ્યાન છે. શાસ્ત્રજ્ઞાનને સમ્યક્ કહેતા નથી. પોતે જ્ઞાનમાત્ર છે. આત્મા તે જ જ્ઞાન છે અને જ્ઞાન તે જ આત્મા છે-એવી પ્રતીતિ સહિત જ્ઞાનને સમ્યજ્ઞાન કહે છે. શુભાશુભભાવને ને આસ્રવ છે, અજીવ છે, તેનું જ્ઞાનસ્વભાવ દ્વારા ભેદજ્ઞાન ન હોય તો દયા-દાનાદિના શુભભાવવડે સંસાર પરિત કેવી રીતે થાય? ન જ થાય. મિથ્યાદષ્ટિ જીવ રાગાદિને આદરણીય માને છે તે ભૂલ છે. ચૈતન્યમૂર્તિ આત્મા છે, એવી પ્રતીતિ થતાં જ્ઞાન સમ્યક્ થયું, પણ તેને પૂર્ણ શુદ્ધ ન કહેવાય. જ્ઞાનમાત્ર વસ્તુ કેવળજ્ઞાન થયે પૂર્ણ શુદ્ધ થાય છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ગુપ્ત એવી કેવળજ્ઞાનરૂપ નિજવસ્તુ ને પ્રતીતિપણે પ્રગટ કરવાથી સ્વસંવેદન જ્ઞાન વધે છે. આ માર્ગ સુલભ છે, અવળા રસ્તાથી સવળા રસ્તે જવાય એમ બને જ નહિ.
નીચલી દશાવાળો જેને થોડું જ્ઞાન છે તે કેવી રીતે ભરોસો લાવે છે, તે બતાવે છે.
મારા દર્શન-જ્ઞાનનો પ્રકાશ મારા અસંખ્ય પ્રદેશમાંથી ઊઠે છે. શાસ્ત્રથી કે નિમિત્તથી જ્ઞાન થતું નથી. અજ્ઞાની જીવ જુદાં જુદાં નિમિત્તોને ભાળે છે, પણ સમય સમયની પરિણતિ પોતાથી થાય છે એ ભાળતો નથી. મારું જાણવાનું મારાથી છે, ૫૨થી નથી, ૫૨ વસ્તુને જાણવી તે ઉપચાર છે. જ્ઞાનપ્રકાશ વિના આ પર છે એમ કોણ જાણે ? હું મને જાણું છું, મારું જ્ઞાન મને જાણનાર છે-એમ પ્રતીતિ કરતાં આનંદ આવે છે. ૫૨ને લીધે જાણવાનું માને તે દુ:ખ છે. પૂર્ણ પ્રકાશક શક્તિરૂપે ગુપ્ત છે, પણ જેટલી પર્યાય જાણવાની ઊઘડી છે તેને આવરણ નથી. જેટલા અંશે આવરણનો અભાવ કર્યો તેટલો જ્ઞાનપ્રકાશ ખીલ્યો. ચિદાનંદ સ્વભાવમાં જેટલી એકતા થઈ તેટલું આવરણ ટળ્યું, માટે આત્મા કર્મના આવરણથી જુદો છે. ઊઘડેલો પર્યાય મતિ-શ્રુતિ જ્ઞાનનો છે, તે પોતાનો અંશ છે, રાગાદિ પરિણામ સ્વભાવનો અંશ નથી, એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com