________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(માગશર વદ ૦), મંગળ ૧૬-૧૨-૫૨
પ્ર.- ૧૦
નિજસુખ નિજઉપયોગમાં કહ્યું છે, છતાં દુર્લભ કેમ થઈ પડયું છે. તે કહે છે. આત્માનો આનંદ કહો, ધર્મ કહો, કે મોક્ષમાર્ગ કહો, બધી એક જ વાત છે. મુમુક્ષુ જીવ વિચારે છે કે મારા આત્મામાં જાણવાદેખવારૂપ દશા છે. તે જ ક્ષણે રાગ-દ્વેષાદિનું પરિણમન થાય છે. પોતાને નહિ જાણતાં રાગમાં રોકાણો છે, તેને બદલે પોતાને જાણવામાં રોકાય તો સુખ ઊપજે. મારો જ્ઞાન-દર્શનસ્વભાવ ત્રિકાળ છે. જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. સંસાર એક સમયનો છે. જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામને રાગદ્વેષ સાથે એકમેક માનવા તે સંસાર છે ને તે પરિણામને સ્વભાવમાં વાળે તો નિજપદની પ્રાપ્તિ થાય.
રાગીદશામાં દયા-દાનાદિ પરિણામ હોય ખરા પણ તે વિષમભાવ છે, વિરુદ્ધપણે થાય છે. જાણવા-દેખવાના પરિણામ ધારાવાહી થાય છે. તે પરિણામને ત્રિકાળી સ્વભાવમાં ધારી રાખવા તે જ ધર્મનો ઉપાય છે. પરિણામને અંતર્મુખ વાળું તો અનાદિનો ભ્રમ મટી જાય. ધર્મે વિચારે છે કે આવી રીતથી પૂર્ણાનંદને ભેટીશ ને અનાદિનું દુઃખ મટી જશે. વસ્તુ સ્વભાવે પ્રાપ્ત છે પણ પરતરફની રુચિ છે, તેથી પર્યાયમાં તેની પ્રાપ્તિ નથી. ગમે તે ક્ષેત્રે જીવ હોય તોપણ આત્મા તો નિજાનંદનો ભંડાર છે, તેની જાણવા-દેખવાની પર્યાયને સ્વભાવમાં ધારણ કરવી તે ધર્મ છે. આમ પ્રથમ ભરોસો હોવો જોઈએ.
અંતર આનંદસ્વરૂપની પ્રાપ્તિ કરવાનો આ સુગમ માર્ગ છે. દેહની કિયા દેહુથી થાય છે, વિકાર તે તે કાળની યોગ્યતા મુજબ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com