________________
૪૬ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ હતા તેવા દ્રવ્યકર્મમાં નામ પડ્યાં છે. કર્મની સ્થિતિ વધે કે ઘટે તેથી આત્મા મળે તેમ નથી.
જેવા આત્માએ પરિણામ કરેલા તેવાં દ્રવ્યકર્મ બંધાયેલાં છે. દ્રવ્યકર્મમાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ એવાં નામો આત્માના નિમિત્તે પડ્યાં છે. પણ તે જડ પ્રકૃતિમાં આત્મા મળે તેવો નથી. પુણ્યપાપ, રાગ-દ્વેષાદિ કર્યા તેટલા પ્રમાણમાં કર્મ બંધાયું ને તેના નિમિત્તે અનેક પ્રકારે કર્મના નામો પડ્યાં પણ ત્યાં આત્મા મળે તેમ નથી.
હવે ભાવકર્મગુફામાં આવે છે. રાગ-દ્વેષ જણાય છે તે જાણવાનો પ્રકાશ ક્યાંથી આવે છે તે જો. રાગ-દ્વેષમાં અટકીને દ્વેષભાવને શોધવા જોઈશ તો ષભાવ મળશે નહિ. પુણ્ય-પાપના આશ્રયે ચૈતન્યનો પત્તો મળે તેમ નથી. ચૈતન્યભગવાન શરીર અને કર્મમાં નહિ મળે ને પુણ્યપાપના ભાવ તો તારા ચૈતન્યનાથનો અશુદ્ધ સ્વાંગ છે. ચૈતન્યસૂર્ય છે, તેની પર્યાય તો જાણવા-દેખવાની છે. ભગવાન આત્માની પર્યાયમાં વિકાર દેખાય છે, તે ભગવાન આત્મા માટે બેકાર-નકામા છે.
જીવે દયા-દાનાદિનો રાગ અને વ્યવહારનો પ્રેમ છોડ્યો નથી, તેથી વિચારે છે કે તે પરિણામ છોડી દઈશ તો આત્મા હાથ આવશે કે નહિ? તેને કહે છે કે એવો ભય ન કર. પુણ્યનો પક્ષ છોડવાનું કહે ત્યાં અજ્ઞાની બૂમ પડે છે. પણ ભાઈ રે, આત્માની ધર્મદશા કરવી હોય, આત્માનો સાક્ષાત્કાર કરવો હોય તેને તેની વિધિ બતાવે છે. પ્રભુ! તારી પ્રભુતા ચૈતન્યપ્રકાશથી ભરેલી છે. ભય ન કર. દયા-દાનાદિની વૃત્તિ ઊઠે છે તે વિકાર છે. બધી વૃત્તિઓનો જાણનાર આત્મા છે. રાગ-દ્વેષ-મોહની દોરી સાથે જઈને ખોળ. એનો અર્થ રાગ-દ્વષ સાથે લઈ જવાના નથી, પણ રાગ-દ્વેષને જાણતો અંદર જા. રાગ-દ્વષ તે આત્માનું સ્વરૂપ નથી. રાગ-દ્રષના દ્વારને પોતાનું સ્વરૂપ માનીશ નહિ. રાગ-દ્વેષના પરિણામ થાય છે તે તારા અટકવાથી થાય છે. દયા–દાનાદિ તારી દશામાં થાય છે, તે અશુદ્ધ સ્વાંગ છે. તે દોરીને ન જો. જેના હાથમાં દોરી છે તેને વળગવાથી તુરત મળશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com