________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૦]
[ શ્રી અનુભવ પ્રકાશ નાસ્તિરૂપે ન માનવામાં આવે તો આત્મા અને પર એકરૂપ થઈ જાય.
પ્રશ્ન:- આવું માને તો બાવા થવું પડે.
સમાધાનઃ- ના ભરત ચક્રવર્તીને ઘણો પરિવાર હતો છતાં આત્માનું ભાન હતું, પર પદાર્થોથી આત્મા શુદો છે, એવું ભાન થતાં મિથ્યાત્વથી બાવો થયો. અલ્પ અપરાધ છે તે ચારિત્રનો દોષ છે, પણ દોષરહિત ત્રિકાળી આત્માનું ભાન છે તે ધર્મ છે. વસ્તુદષ્ટિ વિના જીવ
સ્વધર્મનો ત્યાગી છે. અહીં કહે છે કે જે પોતાના અનંત ગુણોનો ઘણી થાય છે તે શાહુકાર છે. નિમિત્તની કે પરની ક્રિયા પરથી થાય છે, છતાં તે આત્માથી થાય એમ માનવું તે ચોરી છે.
પોતે અમુક પ્રકારનો રાગ કરે તો પરની ક્રિયા થાય એમ કદી બનતું નથી. એમ બને તો પરનો નાશ માન્યો ને પોતે અભિમાન કર્યું. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના જ્ઞાયકભાવને પોતાનું ધન માને છે. મારો સ્વભાવ શુદ્ધ ચિદાનંદ અમૃતકુંડ છે, પુણ-પાપ દોષ છે, -એમ સમજે તે શાહુકાર છે, તેને ચિદાનંદ આત્માની અનુભૂતિ થાય છે. અંતરમાં આનંદનો અનુભવ સિદ્ધના જેવો થાય છે ને અવિનાશી નફો થાય છે. પુણ્ય-પાપપરિણામ આસ્રવ છે, લક્ષ્મી આદિ પર છે, તેમાં નફો-નુકશાન નથી, પર્યાયમાં શુભ-અશુભભાવ થાય તે બન્ને નુકશાન છે. શુભથી ધર્મ થતો નથી. જેમ ઝેર ખાતાં ખાતાં અમૃતનો ઓડકાર આવતો નથી. તેમ રાગ કરતાં કરતાં કદી વીતરાગતા થતી નથી. જ્ઞાનીને શુભ પરિણામ આવે છે પણ તેને નુકશાન માને છે, અજ્ઞાની શુભને લાભદાયક માને છે. અનાદિથી અજ્ઞાનીએ શરીર, મન, વાણીથી લાભ માની પરમાં સ્વપણું માન્યું છે, પરને ગ્રહણ કરતાં પર વસ્તુનો ચોર થયો છે. ધર્મી સમજે છે કે જડની ક્રિયા થાય તે મારા અધિકારની વાત નથી. અજ્ઞાની પરવસ્તુનો ચોર થાય છે, તેથી જન્મ-મરણનાં દુઃખ ભોગવે છે. જગતમાં ચોર દંડ પામે છે. તેમ શરીરાદિ પરને પોતાનાં માને અથવા શરીરની ક્રિયાથી આત્મામાં મદદ માને તે જન્મ-મરણનાં દુઃખ ભોગવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com