________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૬ ].
[૪૦૯ પ્રથમ વ્યવહાર જોઈએ, તેમ વર્તમાનમાં દિગંબરો વ્યવહારને પ્રથમ કહે તો તે પણ શ્વેતામ્બરની જેમ મિથ્યાષ્ટિ છે. શ્વેતામ્બર પંથ વ્યવહારને મુખ્ય કરી તત્ત્વનો વિરોધ કરીને જાદો પડયો છે. પ્રથમ નિશ્ચય હોય તો રાગને વ્યવહાર કહેવાય છે–એમ બધા દિગંબર આચાર્ય કહે છે, પણ વર્તમાનમાં કોઈ કહે કે પ્રથમ વ્યવહાર તો કરવો જોઈએ ને ? તો તેમ કહેનારની વાત ખોટી છે.
નિશ્ચય એટલે સત્ય, વ્યવહાર એટલે આરોપ. આત્મા શુદ્ધ ચિદાનંદ છે-એવી દષ્ટિવાળાને વર્તતો શુભ રાગ વ્યવહાર નામ પામે છે-છતાં તે શુભ રાગ તો બંધનું જ કારણ છે. વર્તમાન વર્તતા શુભ રાગને વ્યવહાર કહે છે ને પૂર્વના શુભ રાગને ભૂતનૈગમનથી વ્યવહાર કહે છે.
હું જ્ઞાનાનંદમય છું, પુણ્ય-પાપ મારા આત્મા માટે બેકાર છે એમ પ્રથમ નિર્ણય થવો જોઈએ. રાગથી ધર્મ માનનાર જીવ મિથ્યાત્વની રુચિના કારણે પોતાના અનંત ગુણધામને લૂંટાવે છે, સ્વભાવની રુચિ અને અવલંબન કરે તે નિજધનનો ધણી બાદશાહ છે, વ્યવહારથી અને પરથી ખરેખર લાભ માને તે ચોર છે.
પ્રશ્ન- એવું માનતાં તો આત્મા નિષ્ક્રિય બની જશે.
સમાધાન - જડની પર્યાય જડથી થાય છે. દરેક પરમાણુ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યયુક્ત છે. પરની પર્યાયનો આત્મા કર્તા નથી. શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહે છે કે આત્મા નિવૃત્ત સ્વરૂપ જ છે. પરથી નિષ્ક્રિય છે. દરેક દ્રવ્ય પોતપોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે ને બીજાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં નથી, પોતાથી અતિરૂપ છે ને પરથી નાસિરૂપ છે. અજ્ઞાની માને છે કે હું છું તો શરીરની, કુટુંબાદિની વ્યવસ્થા કરી શકું છું—એ જ અજ્ઞાનભાવ છે. પરથી પોતાને ભિન્ન માન્યા પછી વિકારથી રહિત આત્મા છે–એમ ભેદજ્ઞાન કરવું તે સમ્યગ્દર્શન છે. આવા ભાન વિના બધી ક્રિયા અરણ્યરુદન સમાન છે.
જેવી રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણ છે, તેવી રીતે વીર્ય પણ આત્માનો ગુણ છે. તેનું કાર્ય પોતામાં ઓછાવત્તારૂપે પરિણમવું તે છે, પણ તેનું કાર્ય શરીરમાં કે પરમાં નથી. જો આત્માને પરથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com