________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
મન, વાણીની રુચિ છોડી, જ્ઞાનાનંદની રિચ કરે ને અંતર્લીન થાય તો પોતાના અનંત ગુણના નિધાનને ન લુંટાવે. જો રાગ અને નિમિત્તથી ધર્મ માને તો નિધાન લૂંટાવે છે.
લોકો બાહ્યની ક્રિયામાં અટકી ગયા છે, પણ બાહ્યક્રિયામાં ધર્મ નથી. વ્યવહા૨ પ્રથમ ને નિશ્ચય પછી પ્રગટે એમ માનનારે ચૈતન્યની વાત સાંભળી નથી. રાગથી ચૈતન્યનો સુધારો થાય છે તે મિથ્યાદષ્ટિનું કથન છે. અજ્ઞાની ભ્રમમાં પડી ગયો છે. આત્મા જ્ઞાનાનંદ છે એવી દૃષ્ટિ થયા પછી જે શુભ રાગ આવે છે તેને વ્યવહાર કહે છે.
૩૫૦ વર્ષ પહેલાં યશોવિજજીએ દિગ્પટના ૮૪ બોલ બનાવી, દિગંબરની ભૂલ કાઢી છે કેઃ
“નિશ્ચય નય પહલે ક પીછે લે વ્યવહાર,
',
ભાષા ક્રમ જાને નહીં જૈનમાર્ગ કો સાર.
શ્વેતાંબર કહે છે કે ભાષામાં વ્યવહાર પહેલો આવે છે માટે વ્યવહાર પ્રથમ હોવો જોઈએ, પણ તે વાત ખોટી છે. આત્માનું ભાન થયું તે નિશ્ચય છે; તેવું ભાન થયા પછી જે રાગ આવે તે ય છે–એમ જાણવું તેનું નામ વ્યવહાર છે. આ વસ્તુસ્વરૂપ છે.
શ્વેતાંબર કહે છે કે “તમો ભાષાનો ક્રમ જાણતા નથી. ભાષામાં પહેલો વ્યવહાર આવ્યો માટે વ્યવહાર પહેલો હોવો જોઈએ. ગુરુ શિષ્યને ધર્મ સમજાવે છે, તેમાં શિષ્યને વાણી સાંભળવાનો શુભ રાગ આવે છે, માટે રાગ અથવા વ્યવહાર પ્રથમ હોવો જોઈએ, પછી નિશ્ચય પ્રગટે ને તે જૈનમાર્ગનો સાર છે.’ – એમ શ્વેતાંબર કહે છે પણ તે ભૂલ છે. શુભ રાગનો પણ અભાવ કરી, શુદ્ધ આત્માનું ભાન કરે તો સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ છે, તેવી દૃષ્ટિ ને લીનતા થવી તે જૈનમાર્ગનો સાર છે. રાગમાં રોકાવું તે જૈનમાર્ગનો સાર નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com