________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૯૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
પ્રગટ કરે તે મોક્ષ છે. માખણમાંથી ઘી થાય પણ ઘીમાંથી માખણ ન થાય. સંસારનો નાશ થઈ મોક્ષદશા થાય છે પણ મોક્ષદશા થયા પછી સંસારનો ઉત્પાદ થતો નથી.
શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે જે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધતા વ્યક્ત કરે છે તેનો ઉત્પાદ વ્યયરહિત છે એટલે કે મોક્ષનો નાશ થઈ હવે કદી સંસાર થશે જ નહિ. તથા સંસારનો ભંગ ઉત્પાદરહિત છે એટલે કે તેનો સંસાર નાશ થયો તે સંસારનો ઉત્પાદ થાય તેમ કદી બને નહિ. કેવળજ્ઞાન અથવા સિદ્ધપર્યાય એક સમય રહે છે, તે ગુણ નથી પણ પર્યાય છે. તેનો ઉત્પાદ-વ્યય થાય છે પણ કેવળજ્ઞાન અથવા સિદ્ધદશા સદશપણે રહે છે. તેનો વ્યય થઈને સંસાર થતો નથી. એ અપેક્ષાએ આ વાત કરી છે.
મર્યાદા-મહોત્સવ આને કહે છે દરેક દ્રવ્ય પોતાના ચતુષ્ટયમાં ટકે છે, ૫૨માં ટકતો નથી. પોતાના દ્રવ્યમાં રહીને લીનતા કરવી તે મર્યાદામહોત્સવ છે.
કર્મ કર્મમાં વર્તે છે, વિકાર વિકારમાં વર્તે છે. જેને વિકારની રુચિ છૂટી છે તેને કર્મની રુચિ છૂટી જાય છે. સ્વભાવની રુચિ ને પૂર્ણ લીનતા કરી મોક્ષદશા પામે તે ફરી કર્મ બાંધે નહિ. આ પ્રમાણે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ બરાબર વિચારવા. લક્ષ્મી હિતકર નથી, પાંચ ઇન્દ્રિયોના વિષયો કામના નથી, પુણ્ય તે ધર્મ નથી, ને પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે.
આમ વિચારવું કે જેમ દીપકને મંદિરમાં ધરવાથી પ્રકાશ થાય તો સર્વ સૂઝ, તેમ સમ્યક્ત્તાનના પ્રકાશથી સર્વ સૂઝે. પોતાના દ્રવ્યની તથા નિમિત્તની સૂઝ પડે. ચોથા ગુણસ્થાનવાળા જ્ઞાનીને પણ પ્રયોજનભૂત વાતમાં ભૂલ ન પડે. તેના જ્ઞાનમાં વિપરીતતા આવતી નથી. કોઈ જ્ઞાનીને જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય તોપણ વિપરીતતા નથી. સાત તત્ત્વને પૃથક્ માને છે. કર્મથી વિકાર માને અથવા આસ્રવથી ધર્મ માને તે અજ્ઞાની છે. કર્મ અજીવ છે, પુણ્ય-પાપ આસ્રવ છે, દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ એમ ખરેખર માને તો સાત તત્ત્વ રહેતાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com