________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૪].
[૩૯૫ ચારિત્રગુણની વિપરીત પર્યાય છે, તેનાથી સમ્યગ્દર્શનની નિર્વિકારી પર્યાય પ્રગટે તેમ કદી બને નહિ. પ્રભુત્વશક્તિ અંદર પડી છે તેની પ્રતીતિ ને લીનતા કરવાથી પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે એમ દેવ-ગુરુશાસ્ત્ર કહે છે. જે વિકલ્પ આવે છે તેનું લક્ષ છોડી પ્રતીતિ ને લીનતા કરે તો પૂર્વના રાગને ભૂત નૈગમ નથી કારણ કહેલ છે. ખરેખર કારણ તો શુદ્ધ સ્વભાવ છે. મુનિને ૨૮ મૂળગુણ પાલનનો શુભ રાગ આવે છે તે વખતે આત્માના અવલંબને જેટલી વીતરાગી દશા પ્રગટી છે તે નિશ્ચય છે, તે જ વખતે વર્તતો શુભ રાગ વર્તમાનમાં નિમિત્તકારણ અથવા વ્યવહાર છે. આ પ્રમાણે ધર્મની વાત કરી. આમાં ધર્મનો પુરુષાર્થ બતાવ્યો.
પોતાના આત્માની સાચી શ્રદ્ધા કરે તે સાચો અર્થ છે, તે સાચો પુરુષાર્થ છે. રાગના પુરુષાર્થમાં અપૂર્વતા નથી, શુભઅશુભભાવમાં ધર્મ નથી. પુણ્ય-પાપની રુચિ છોડી આત્માનો પુરુષાર્થ કરે તે કામનો છે.
(૪) મોક્ષ- કેટલાક લોકો કહે છે કે મોક્ષ થયા પછી જીવ ફરી સંસારમાં આવે છે પણ તે વાત ખોટી છે. સમ્યગ્દષ્ટિ જીવને રાગની રુચિ નથી, કર્મ બાંધવાની રુચિ નથી. એવી દષ્ટિવાળાને પણ સ્વભાવની બહાર નીકળવાની ભાવના નથી, તો પછી જેને પૂર્ણ નિર્મળ દશા-મોક્ષ પ્રગટેલ છે તે સંસારમાં ફરી અવતરે તેમ કદી બને નહિ .
- જ્યારે જ્યારે સત્ સમજવાની લાયકાતવાળા જીવો હોય ત્યારે કોઈ જીવ ઉન્નતિક્રમે ચઢતો ચઢતો તીર્થંકરપદ પામી અવતરે છે, પોતાના સ્વભાવનું સાધન કરતો પોતાના કારણે અવતરે છે ને જેને ધર્મ સમજવાની લાયકાત છે તેને ભગવાન નિમિત્ત કહેવાય છે.
“મોક્ષ કહ્યો નિજશુદ્ધતા,” પોતાની પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. સ્વભાવ ત્રિકાળ પરિપૂર્ણ છે, તેનું અવલંબન લઈ પૂર્ણદશા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com