________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬]
[ શ્રી અનુભવ પ્રકાશ કરવાનો ઉપાય છે. અનાત્મઅભ્યાસના અભાવથી સહજપદનો ભાવ ભાવતાં ભવવાસના વિલય પામે છે અને આત્માનું પરમપદ દેખાય છે. સહજ ત્રિકાળી ભાવની ભાવના ભાવતાં ભવના વિલાસનો નાશ થાય છે. અનંત કાળથી જે લાભ મળ્યો ન હતો એવો ચિદાનંદ ભગવાનનો લાભ મળે છે. સ્વરૂપની દૃષ્ટિ કરતાં આત્માનો લાભ થયો. કોઈ દિવસ મલિન થયો નથી એવો ચિદાનંદ જ્ઞાયકસ્વભાવ છે તેની પ્રાપ્તિ થાય છે.
પોતાનો જ્ઞાનસ્વભાવ જ ખરું આશ્રયધામ છે. એવી પ્રતીતિ થઈ એટલે ચક્રવર્તીનાં નવનિધાન પણ સડેલાં તરણાં જેવાં લાગ્યાં. તીર્થકરનું સમવસરણ પણ જડ છે, તે આત્મા નથી. અજ્ઞાનીને તીર્થકર નામકર્મ હોય નહિ અને જ્ઞાનીને એનો આદર હોતો નથી. જગતનું વિધાન જૂઠું ભાસ્યું અને આત્મવિધાન સાચું ભાસ્યું એટલે આત્મસ્વભાવ પ્રકાશ્યો. આત્માએ પોતે પોતાની ઓળખાણ કરી ત્યારે ચેતનભાવ ખ્યાલમાં આવ્યો અને શુદ્ધભાવના કરી-નિજભાવના કરી-શિવપદને અનુસરી આનંદરસથી ભરી, ભવબાધા વિનાશી આત્માનંદ પ્રગટ કર્યો તે સમાધિ છે.
જ્ઞાયક આનંદમૂર્તિ છે. તેની દષ્ટિ થઈ એટલે હું શિવપદરૂપ છું. આત્મા આનંદરસથી ભરેલો છે એનો અનુભવ થયો સ્વરૂપમાં પ્રમોદ થવાની શુદ્ધિ વધે છે–એમ કહ્યું છે, પણ વ્યવહાર કરતાં કરતાં શુદ્ધિ વધી જાય છે એમ કહ્યું નથી. આત્મપ્રમોદથી જેટલી શક્તિ વધી તેટલી શુદ્ધતા વધે છે. આત્મા ચિદાનંદસ્વરૂપ છે, તેની જ અધિકાર ધર્મોને લાગી છે તે સમાધિ છે. ગ્રંથોને વિષે આવી સમાધિને અને ધર્મને ગાયો છે.
સ્વરૂપાનંદ પદ સમાધિથી થાય છે. અંતરમાં રાગદ્વેષને છોડી સ્વરૂપને જાણનારો થઈને સમાધિને પામે છે. વસ્તુનું સ્વરૂપ ગુણથી જણાય છે. વસ્તુ ત્રિકાળ છે. એમ ગુણ પણ ત્રિકાળ છે, માટે જ્ઞાન તે આત્મા, આનંદ તે આત્મા-એમ ગુણથી જણાય છે. વિકલ્પથી, પરથી, નિમિત્તથી આત્મા જણાતો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com