________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૭ ]
[ ૩૫૭ ઉપયોગમાં આવ્યો. સમ્યગ્દર્શન પણ શુદ્ધ ઉપયોગમાં પ્રગટે છે, એનું ફળ મોક્ષ છે.
વળી ગ્રંથ ઉપદેશ પણ નિમિત્તકારણ કહ્યું છે. વીતરાગની વાણી નિમિત્તકા૨ણ છે. અહીં ગ્રંથવાંચન કહ્યું નથી, જ્ઞાની પુરુષોનો ઉપદેશ નિમિત્તકા૨ણ છે. આત્માના શુદ્ધ ઉપયોગથી શુદ્ધતા થાય છે. ત્યાં ઉપદેશ નિમિત્ત છે. સ્વરૂપ તરફ અનુભવની એકદેશ શુદ્ધતા ચડતી જાય તેમ મોક્ષમાર્ગમાં ચડે છે પણ શુભભાવના કારણે મોક્ષમાર્ગમાં ચડાતું નથી. આ પ્રમાણે જિનેન્દ્ર ભગવાનનો નિરાબાધ ઉપદેશ છે. પોતે આત્માના આધા૨ે શુદ્ઘ ઉપયોગ કરી, સ્વભાવ તરફ વળે તો વાણી આદિ ને નિમિત્ત કહેવાય. હું જ્ઞાનાનંદ છું અવી દષ્ટિ કરે તો પોતા તરફ વળે. આત્મઉપયોગથી સમાધિ થાય છે ત્યારે સાક્ષાત્ શિવપંથ સુગમ થાય. એવી રીતે અનેક સંત સ્વરૂપસમાધિ ધરી ધરી પાર પામ્યા. હવે સમાધિનું વર્ણન કરીએ છીએ.
સમાધિ વર્ણન
સમાધિ કોને થાય? સંકલ્પ-વિકલ્પ આધિ છે, બહારના સંયોગો તે ઉપાધિ છે ને શરીરમાં રોગ તે વ્યાધિ છે. -ત્રણેથી રહિત થઈ સ્વભાવમાં સ્થિરતા કરવી તે સમાધિ છે. સમાધિ ધ્યાન થતાં થાય છે, તે ધ્યાન ચિંતાનિરોધ કરવાથી થાય છે ને રાગ દ્વેષ મટાડવાથી ચિંતાનિરોધ થાય છે ને ઇષ્ટ-અનિષ્ટ સમાજ મટાડવાથી રાગદ્વેષ મટે છે, પણ આ બધું સત્સમાગમના નિમિત્તે સમજાય છે. સમજ્યા વિના એકાંતમાં બેસી જાય તો કાંઈ વળે તેવું નથી. કોઈ પૂછે કે પરદ્રવ્ય લાભ કરનાર નથી તો પછી સત્સમાગમનું શું કામ છે? તે તેને કહે છે કે જેને સ્વભાવ સમજવાની ધગશ છે તેને સત્સમાગમનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ.
જેની માન્યતા ખોટી છે તે બહારના પદાર્થોને છોડવા માગે છે. રાગનાં નિમિત્ત ઇષ્ટ સમાજ છે ને દ્વેષનાં નિમિત્ત અનિષ્ટ સમાજ છે.
પરંતુ ખરેખર તે ઇષ્ટ-અનિષ્ટ નથી, પણ જ્ઞાનનું જ્ઞેય છે, ઇષ્ટઅનિષ્ટપણું વસ્તુમાં નથી. ઇષ્ટ-અનિષ્ટપણાની દૃષ્ટિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com