________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૨]
[ શ્રી અનુભવ પ્રકાશ સમ્યગ્દર્શન થયા પછી મિશ્રદશા ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત તો રહે; માટે એ અધિકારનું વર્ણન કર્યું.
નિશ્ચય વસ્તુસ્વરૂપ જાઓ, હવે ન્યાય કહે છે. ખરેખર વસ્તુનું જેવું સ્વરૂપ છે એનું વર્ણન કરે છે. ખરેખર વસ્તુ અનંતગુણમય છે. તેમાં દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રધાન છે. આત્મામાં અનંતા ગુણો હોવા છતાં પણ એમાં જાણવું, દેખવું અને પરિણમવું એ ત્રણના કારણે આત્મામાં વેદન–અનુભવ થાય છે. અહીં પરિણમવું. એટલે ચારિત્રની પર્યાયની વાત છે અને જ્ઞાન તે આત્મા છે. જાણ્ય, દેખ્યું અને સ્થિર થયો એટલે અનુભવ થયો. આ અનુભવપ્રકાશની વાત છે. તે અનુભવ કેમ થાય? તો કહે છે કે જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા થતાં રસાસ્વાદરૂપ અનુભવ થાય છે.
વસ્તુ અનંતગુણનો પિંડ છે. પરથી તો વસ્તુ ન જણાય પણ વિકાર કે આત્માના અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણભેદથી પણ વસ્તુ જણાય નહિ. અહીં તો કહે છે કે જ્ઞાન-દર્શન લક્ષણ વડે જાણવાદેખવાના પરિણમનથી આત્માનું વેદના થાય છે. આ વસ્તુ છે એમ નક્કી કોણ કરે છે? કે આત્મામાં દેખવા-જાણવારૂપ પરિણમનથી તે વેદના થાય છે. જેને નિમિત્તની રુચિ છે તે નિમિત્તથી પૃથક થવાનો પુરુષાર્થ કરતો નથી.
- જે પરથી પૃથક થયો નથી અને રાગથી પૃથક થતો નથી તેને આત્મામાં એકત્વભાવ પ્રગટ થતો નથી. ચેતનની ચેતના જાણવામાં આવે ત્યાં સુખ પ્રગટે છે.
આત્માનું વેદન કેમ થાય? તો કહે છે કે કાંઈ નિમિત્ત અને રાગમાં પ્રેમ કર્યો તે થાય નહિ, પણ ચેતનની ચેતના છે તે જ્ઞાન-દર્શન વડે જ ખ્યાલમાં આવે છે. તે પરથી તો નહિ પણ જ્ઞાન સિવાયના બીજા ગુણોથી પણ તે ખ્યાલમાં આવતી નથી. ચેતના વડે ચેતનસત્તાનો નિર્ણય થયો; જ્યારે જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી ત્યારે ચેતનસત્તા છે એમ નિર્ણય થયો. જાણવા-દેખવાવાળી વસ્તુ છે, તે વડે સુખનો અંશ પ્રગટ થયો ત્યારે ચેતનસત્તાનો નિર્ણય થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com