________________
[૨૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫]
૩૧. ભાવાભાવ :- ભાવાભાવ વિના પરિણમન સમયમાત્ર ન સંભવત. વર્તમાન પર્યાય છે તે ભાવ છે ને તેનો બીજે સમયે અભાવ થાય છે. તેવો ગુણ ન હોત તો આત્મામાં પરિણમન રહેત નહિ. દરેક સમયના પરિણમનનો બીજે સમયે અભાવ થાય છે, એવો ગુણ આત્મામાં છે. આ ગુણ ન હોય તો સમય સમયનું પરિણમન સિદ્ધ થાય નહિ.
૩ર. અભાવભાવ - ભવિષ્યકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ છે પણ ભવિષ્યમાં તેનો ભાવ થશે માટે અભાવભાવ ગુણ છે. જો તે ન હોય તો ભાવિનું પરિણમન ન આવત.
૩૩. અભાવ :- કર્મનો આત્મામાં ત્રણે કાળ અભાવ છે. જો અભાવ ન હોય તો કર્મનો સદ્દભાવ સદાય રહ્યા કરત. કર્મની પેઠે શરીર, મન, વાણી-બધાનો આત્મામાં ત્રણે કાળે અભાવ છે. સંસારમાં કર્મનો સંબંધ પર્યાય સાથે નિમિત્ત-નૈમિત્તિકરૂપે છે, પણ ત્રિકાળી સ્વભાવમાં કર્મનો અત્યંત અભાવ છે.
૩૪. સર્વથા અભાવ અભાવ :- આત્મામાં અભાવ અભાવગુણ છે. કર્મનો અત્યારે આત્મામાં અભાવ છે પણ ભવિષ્યમાં કદાચ ભાવ થાય તો? પણ એમ બનતું નથી. ત્રણે કાળે કર્મનો આત્મામાં અભાવ છે.
લોકો કહે છે કે કર્મો હેરાન કરે છે, પણ તે વાત ખોટી છે. પોતે રખડે તો કર્મને નિમિત્ત કહેવાય ને કર્મના નિમિત્તે સંયોગો બહારમાં મળે છે, પણ કર્મોનો આત્મામાં ત્રણે કાળે અભાવ છે. આ ગુણ ન હોય તો આત્મામાં ભવિષ્યમાં કર્મનો સદ્ભાવ થઈ જાત, પણ એમ બનતું નથી. જે કર્મના કારણે સંયોગો મળે તે કર્મ આત્મામાં નથી, તો પછી બહારના સંયોગો તો આત્મામાં છે જ નહિ.
૩૫. કર્તા - કર્તા નામનો ગુણ છે. તેથી પોતાના સ્વાભાવિક કાર્યનો કર્તા છે, શુદ્ધ ચેતનાના કાર્યનો કર્તા છે. જો તે ગુણ ન હોત તો સ્વાભાવિક પરિણમન ન થાત. આત્મા સ્વભાવનો કર્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com