________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગશર વદ ૧૦, ગુરુ ૧૧-૧૨-પર
પ્ર. - ૫
આત્મામાં અનંતા ગુણો છે તેની વાત ચાલે છે. કોઈ આત્માને એકાંત અદ્વૈત કહે અથવા ગુણ-પર્યાય નથી એમ કહે તો તેના પરિહાર અર્થ આત્માના બધા ગુણોની વાત કરે છે. આત્મામાં અભોકતૃત્વ નામનો ગુણ છે, તેને લીધે આત્મા વિકારનો અભોક્તા છે.
૨૫. અસાધારણ :- આત્મા પરથી સાધારણ નથી પણ અસાધારણ છે. બધામાં વહેંચાઈ જાય તેવો નથી. અસાધારણ ન હોય તો જડ ને ચેતન એક થઈ જાત. અસાધારણ ગુણને લીધે જીવ બીજા પદાર્થોથી જુદા પડે છે.
૨૬. સાધારણ :- આત્મામાં સાધારણ ગુણ છે. સની અપેક્ષાએ જેમ ધર્મ છે, અધર્મ છે, પુદગલ છે તેમ આત્મા પણ છે. એમ છે” ની અપેક્ષાએ આત્મા સત્ છે.
૨૭. તત્ત્વ :- પોતાનું તત્ત્વ પોતાથી છે. પોતાનું તત્ત્વ પોતામાં ન હોત તો વસ્તુસ્વરૂપ ધારી શકત નહિ.
૨૮. અતત્વ :- અતત્ત્વ નામનો ગુણ છે. તે ન હોય તો બીજાં તત્ત્વ પોતામાં આવી જાત. શરીર, કર્મ આદિનું તત્ત્વ પોતામાં આવતું નથી.
૨૯. ભાવ :- આત્મામાં ભાવ નામનો ગુણ છે. તે ન હોય તો સ્વભાવનો અભાવ થાત. ભાવગુણને લીધે જીવનું હોવાપણું છે.
૩૦. ભાવ ભાવ :- ભાવ ભાવ નામનો ગુણ ન હોય તો ભૂતકાળનો ભાવ ભવિષ્યકાળમાં ન રહેત. જે ભાવ હતો તે અત્યારે છે ને ભવિષ્યમાં રહેશે. ભાવ છે તે ભાવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com