________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
મુજબ બહારની ગમે તે અવસ્થા હો, હું સ્વર્ગમાં હોઉં કે બીજે જડના ગમે તે સંયોગમાં હોઉં, પણ તે વખતે હું ચિદાનંદ આત્માની દષ્ટિ ટકાવી રાખું- એ મારી ભાવના છે ને એ જ તારી ભક્તિ છે. નરકમાં હોઉં તોપણ તે વખતે નરકમાં ક્ષેત્ર, ભવ ને અલ્પરાગ જે વર્તતાં હોય તેની રુચિ નહિ રહેતાં હું જ્ઞાનસ્વભાવી છું એવી શ્રદ્ધા થઈ છે તે કાયમ રહેજો. મુનિને નરકપર્યાય થતી નથી પણ સંયોગદષ્ટિ ઉડાડે છે. હું સંયોગમાં નથી, હું શુદ્ધસ્વભાવી છું, આમ સ્વભાવની મુખ્યતાનું ધ્યેય હોવાથી સંયોગો અને પર્યાયમાં થતા રાગાદિ ભાવ ગૌણ છે, તેનો આદર નથી. હું નાથ! સંયોગો તો નહિ, પણ જે વિકલ્પ ઊઠે છે તેને ગૌણ કરું છું તેનો આદર કરતો નથી પણ સ્વભાવનો આદર કરું છુંઅને સાધકની મિશ્રદશા કહે છે.
કોઈ વખતે જો રાગની મુખ્યતા થઈ જાય ને અખંડ સ્વભાવની મુખ્યતા ન રહે તો તે જીવને મિશ્રધર્મ રહેતો નથી. ને મિથ્યાદષ્ટિ થઈ જાય છે. શરીરાદિની અવસ્થા તેના કારણે થાય છે. જે કાંઈ પણ નબળાઈથી પુણ્ય-પાપના પરિણામ થાય છે તેને ધર્મી મુખ્ય કરતા નથી, પણ સ્વભાવને મુખ્ય કરે છે.
હું અખંડ ચૈતન્યસ્વભાવી છું-એવી પૂર્ણદશા પર્યાયમાં પ્રગટ થઈ નથી પણ ચેતનામાં અધૂરી દશા રહી છે, તેથી તેને મિશ્રભાવ કહે છે. અહીં કર્મની વાત નથી. આત્મા અને કર્મ સાથે છે-એમ મિશ્રની વાત નથી. કર્મ તો જડ છે, પર છે, તેની સાથે આત્માનું મિશ્રપણું ન હોઈ શકે.
અંતરાત્મા બારમા ગુણસ્થાન સુધી હોય છે, સર્વજ્ઞપણું પ્રગટયું નથી ત્યાંસુધી અખંડધારા અથવા પૂર્ણ આત્મા નથી. અજ્ઞાન એટલે ખોટું જ્ઞાન નહિ પણ અધૂરું જ્ઞાન સમજવું બારમે ગુણસ્થાને જ્ઞાન અટકેલું છે તે કર્મચેતના છે. જ્ઞાનચેતના પૂર્ણ થઈ નથી તેથી ત્યાં મિશ્રધારા છે.
આત્મા શુદ્ધ ચૈતન્યરૂપ છે, નિમિત્ત અને વિકારને ગૌણ કરી શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ કરી છતાં પર્યાયમાં દયા-દાનાદિના પરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com